Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેજરીવાલને અમદાવાદ મેટ્રો કોર્ટનું તેડું

kejriwal
, રવિવાર, 16 એપ્રિલ 2023 (17:03 IST)
દારુ કૌભાંડમાં સીબીઆઈના સમન્સ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદની કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી કેસમાં ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષી સંબંધિત કેસમાં અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહને સમન્સ જારી કર્યા છે. અમદાવાદની ફોજદારી 
 
અદાલતે એક અરજી પર બંને નેતાઓ સામે આ સમન્સ જારી કર્યા છે. આ અરજી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર વતી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટના નિર્ણય બાદ બંને 
 
નેતાઓની પ્રેસ કોન્ફરન્સથી ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન થયું હોવાનું કહેવાય છે. કોર્ટના સમન્સમાં બંને નેતાઓને 23 મેના રોજ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
 
મળતી માહિતી મુજબ પીએમ મોદીની એમએ ડિગ્રીને લઈને ગુજરાત હાઈકોર્ટે 31 માર્ચે પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર 
 
25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

MI vs KKR, IPL: અર્જુન તેંડુલકરની IPL ડેબ્યૂ, IPLની પ્રથમ મેચ રમશે અર્જુન તેંડુલકર