Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Abdul Kalam Punyatithi.. તેથી યાદ આવશે ડો. કલામ, જાણો 8 ખાસ વાતો

Abdul Kalam Punyatithi.. તેથી યાદ આવશે ડો. કલામ, જાણો 8 ખાસ વાતો
, મંગળવાર, 26 જુલાઈ 2022 (11:22 IST)
પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામ સાદગી ભરેલુ જીવન જીવવા માટે ઓળખાતા હતા.  મિસાઈલ મેન કહેવાતા ડોક્ટર કલામ ભારતના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિયોમાંથી એક માનવામાં આવે છે. તેમને સામાન્ય લોકોના રાષ્ટ્રપતિ કહેવામાં આવતા હતા. રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી તે યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે સ્કુલો-કોલેજોમાં સંવાદમાં ભાગ લેતા હતા. 
 
કલામની ખાસ 8 વાતો 
1. ભારતીય મિસાઈલ કાર્યક્રમમાં ખાસ ભૂમિકા માટે તેમને મિસાઈલ મેન કહેવામાં આવતા હતા. સ્વદેશી તકનીકથી બનેલ અગ્નિ અને પૃથ્વી મિસાઈલોના વિકાસમાં તેમનુ મોટુ યોગદાન રહ્યુ છે. 
 
2. તેમણે ઈસરોમાં પરિયોજના નિદેશકના રૂપમાં ભારતના પ્રથમ સ્વદેશી ઉપગ્રહનુ પ્રક્ષેપણ યાન પોલર સેટેલાઈટ લોંચ વ્હીકલ (પીએસએલવી) 3ના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 
 
3. તેઓ વર્ષ 1992થી 1999ની વચ્ચે પ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અને ડીઆરડીઓ સચિવ રહ્યા. 
 
4. તેમણે 1998ના પોખરણ 2 પરમાણુ પરીક્ષણમાં મુખ્ય ભૂમિકા ભજવી 
5. તેમણે વર્ષ 1990માં પદ્મ ભૂષણ અને 1997માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. 
6. કલામ 2002થી 2007 સુધી ભારતના 11મા રાષ્ટ્રપતિ રહ્યા
7. તેમણે ચાર પુસ્તકો લખ્યા. વિંગ્સ ઓફ ફાયર, ઈંડિયા 2020 એ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ, માય જર્ની અને ઈગ્નટિડ માઈડ્સ અનલીશિંગ ધ પાવર વિદિન ઈંડિયા 
8. તમિલનાડુના રામેશ્વર જીલ્લામાં 15 ઓક્ટોબર 1931 ના રોજ તેમનો જન્મ થયો. તેમણે ભૌતિકી અને અંતરિક્ષ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2008 Ahmedabad Serial Blasts- અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટની આજે 15મી વરસી, 38 આરોપીઓને ફાંસી જ્યારે 11 ગુનેગારોને આજીવન કેદની સજા