દેશને સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી અને નોએડાના ચર્ચિત આરૂષિ-હેમરાજ હત્યાકાંડ મામલે ઈલાહાબાદ હાઈકોર્ટે રાજેશ અને નૂપુર તલવારને મુક્ત કરી દેવામાં આવ્યા છે. નિર્ણય દરમિયાન હાઈકોર્ટે કહ્યુ કે તલવાર દંપતિને શંકાનો લાભ આપવો જોઈએ. તેમને પોતાની પુત્રીને નથી મારી. નીચલી કોર્ટના નિર્ણય પરિસ્થિતિ મુજબ પુરાવાના આધાર પર હતો. કોર્ટે આ નિર્ણય પછી રાજેશ અને નૂપુર તલવાર ગાજિયાબાદના ડાસના જેલથી મુક્ત થઈ જશે. આ પહેલા 25 નવેમ્બર 2013ના રોજ ગાજિયાબાદની વિશેષ સીબીઆઈ કોર્ટે પરિસ્થિતિની સાથે જોડાયેલા પુરાવાના આધાર પર બંનેને ઉંમરકેદની સજા સંભળાવી હતી. જેના વિરુદ્ધ જાન્યુઆરી 2014માં બંનેયે ઈલાહાબાદ હાઈકોર્ટે દરવાજો ખખડાવ્યો હતો.
આરુષિ કેસ - ક્યારે શુ થયુ ?
2008
16 મે - 14 વર્ષની આરુષિ બેડરૂમમાં મૃત મળી
હત્યાનો શક ઘરેલુ નોકર હેમરાજ પર ગયો
17 મે - હેમરાજની લાશ ઘરની અગાશી પર મળી
23 મે - ડબલ મર્ડરના આરોપમાં ડો રાજેશ તલવારની ધરપકડ
1 જૂન - સીબીઆઈએ તપાસ પોતાના હાથમાં લીધી
13 જૂન - ડો. તલવારના કંપાઉંડર કૃષ્ણાની ધરપકડ
પછી રાજકુમાર અને વિજય મંડળની પણ ધરપકડ
ત્રણેયને બેવડી હત્યાના આરોપી બનાવાયા
12 જુલાઈ - રાજેશ તલવાર ડાસના જેલથી જામીન પર મુક્ત
10 સપ્ટેમ્બર 2009 - મામલાની તપાસ માટે નવી સીબીઆઈ ટીમ
12 સપ્ટેમ્બર - કૃષ્ણા રાજકુમાર અને મંડળને જામીન
સીબીઆઈ 90 દિવસમાં ચાર્જશીટ નહી આપે.