Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જીવીત થવાની સાક્ષી આપવા કોર્ટ આવ્યા વૃદ્ધની મોત- ઑફિસરોએ 6 વર્ષ પહેલા કાગળ પર મૃત જણાવ્યો હતો

જીવીત થવાની સાક્ષી આપવા કોર્ટ આવ્યા વૃદ્ધની મોત- ઑફિસરોએ 6 વર્ષ પહેલા કાગળ પર મૃત જણાવ્યો હતો
, શુક્રવાર, 18 નવેમ્બર 2022 (16:49 IST)
UP ના સંત કબીર નગરમાં પોતાને જીવીત સિદ્ધ કરવા કોર્ટ પહોંચ્યા 70 વર્ષના વૃદ્ધએ સરકારી ઑફિસરની સામે જીવ ગુમાવ્યો. ખેલઈ નામના આ વૃદ્ધ ગયા 6 વર્ષથી કાગળમાં નોંધાયેલી તેમની મોત વિરૂધ લડી રહ્યા હતા. આ લડતના અંતિમ ચરણમા તેણે ઓફિસરની સામે પોતે રજૂ થઈને પોતાને જીવીત સિદ્ધ કરવુ હતુ. 
 
ખેલઈ અધિકારીની સામે રજૂ તો થય પણ તેમની વાત નથી રાખી શક્યા. એટલે કે કાગળોમાં મૃત ખેલઈ સરકારી અધિકારીની સામે દુનિયા છોડી ગયા. વર્ષ 2016માં તેમના મોટા ભાઈ ફેરઈની મોત થઈ હતી. પણ તેના કારણે કાગળોમાં નાના ભાઈ ખેલઈને મરેલો જોવાયો હતો. 
 
જ્યારે ખેલઈ પોતે જીવીત સિદ્ધ કરવાની પ્રોસેસમાં હતા આ દરમિયાન ગામમાં એકત્રીકરણની પ્રક્રિયા શરૂ થઈ. તેણે ચકબંદી કોર્ટમાં અપીલ કરી. ત્યાં પણ તેમની સંપત્તિ તેમના નામે નથી થઈ. મંગળવારે તે ફરી તાલુકા પંચાયત પહોંચ્યા હતા તો ચકબંદી અધિકારીએ બુધવારે બોલાવ્યો હતો. ખેલઈ બુધવારે તેમના પુત્ર હીરાલાલ  તહસીલ પહોંચ્યા, પરંતુ ત્યાં અચાનક તેમની તબિયત બગડી. ખેલઈનું સવારે 11 વાગ્યે મોત થઈ ગઈ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022- ગુજરાતમાં આપનો મુખ્યમંત્રીનો ચહેરો બનેલા ઇશુદાસ ગઢવી કેટલા અમીર છે? જાણો સંપત્તિની ડિટેલ્સ