Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખરગોનમાં 50 ફૂટ ઊંચા પુલ પરથી બસ નદીમાં ખાબકી, 14 લોકોના મોત, 15થી વધુ ઘાયલ સીએમએ વળતરનુ કર્યુ એલાન

15 people dead and 25 injured after a bus falls from a bridge in Khargone
, મંગળવાર, 9 મે 2023 (10:22 IST)
Madhya pradesh Khargone News- મધ્ય પ્રદેશનાના ખરગોન  જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક બસ દુર્ઘટના થઈ છે જેમાં ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ખરગોનમાં, એક બસ નદીમાં પડી, જેમાં સવાર ઘણા લોકોના મોત થયા. આ અકસ્માત ખરગોન થિકરી માર્ગ પર થયો હતો. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ બસ ખરગોન પાસે બોરાડ નદીમાં પડી હતી. બોરાદ નદી પર એક પુલ છે, પરંતુ બસે અચાનક કાબુ ગુમાવ્યો અને નીચે પડી. બસ પડતાની સાથે જ અફડાતફડી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 

સીએમએ વળતરનુ એલાન કર્યુ 
 
એવુ કહેવાય રહ્યુ છે કે દુર્ઘટના બાદ હાજર ગ્રામીણોએ બસમાં ફસાયેલા ઘાયલોને કાઢીને તરત જ હોસ્પિટલ પહોચાડ્યા. આ ઘટના એ પોલીસ મથક ક્ષેત્રના ગ્રામ દસંગા પુલ પર થઈ. બીજી બાજુ આ દરમિયાન ખરગોનમાં થયેલ બસ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને સીએમ શિવરાજે 4 લાખ રૂપિયા અને ગંભીર રૂપથી ઘાયલ પરિવારને 25 હજાર અને દુર્ઘટનામાં ઘાયલોના સમગ્ર ઈલાજની વ્યવસ્થા મઘ્યપ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવશે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'The Kerala Story' ટેક્સ ફ્રી- પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ બાદ યુપીએ 'ધ કેરળ સ્ટોરી'ને 'ટેક્સ ફ્રી' જાહેર કરી