મધ્યપ્રદેશના ઇન્દોરમાં રામનવમીના દિવસે એક શ્રી બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.
જેના કારણે 20-25 જેટલા લોકો બાવડી (કુવા)માં પડી ગયા હતા. 13 લોકોના મોત થયા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 19 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. વાવમાંથી પાણી કાઢવા માટે મોટર (પંપ) મંગાવવામાં આવી છે.
મંદિરમાં રામનવમી નિમિત્તે લોકો એકઠા થયા હતા અને એ સમયે મંદિરમાં રહેલી એક વાવનું છત તૂટી પડી અને અનેક લોકો વાવમાં પડ્યા હતા. વાવની છત પર અનેક લોકો બેઠા હતા અને તેના કારણ છત અંદર ધસી ગઈ હતી.
સમાચાર એજન્સી અનુસાર, રાજ્ય સરકારની બચાવ એજન્સીઓએ બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. અને અત્યાર સુધીમાં આઠ લોકોને પાણીમાંથી બહાર કાઢીને હૉસ્પિટલ ખસેડાયા છે.