Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીમાં 7 નવજાત બાળકોના મોત, બેબી કેર સેન્ટર હોસ્પિટલમાં આગને કારણે દુ:ખદ અકસ્માત

delhi fire in hospital
, રવિવાર, 26 મે 2024 (09:54 IST)
Delhi New Born Baby Care Hospital Fire : રાજધાનીના પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં નવજાત શિશુઓ માટેની ત્રણ માળની ખાનગી હોસ્પિટલમાં શનિવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ કરૂણ અકસ્માતમાં 7 બાળકોના આગના કારણે મોત નીપજ્યા હતા.
 
જ્યારે અન્ય 5 નવજાત બાળકો હજુ પણ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે. આગ એટલી ભયાનક હતી કે તેણે આસપાસની દુકાનો અને ઈમારતોને લપેટમાં લીધી હતી.
 
દિલ્હી ફાયર સર્વિસીસ (DFS) તરફથી મળેલી માહિતી અનુસાર, વિવેક વિહાર સ્થિત નવજાત સંભાળ હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ કુલ 12 બાળકોને બચાવી લીધા હતા. તેમાંથી 7 ગંભીર રીતે દાઝી ગયેલા નવજાતનાં મોત થયાં છે, જ્યારે અન્ય 5 નવજાત હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. ઘટનાસ્થળે હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે.
 
નવજાત બાળકોનો કોઈ રેકોર્ડ મળ્યો નથી
વિવેક વિહાર ફેઝ-1 આઈટીઆઈ ચોક પાસે લગભગ 120 સ્ક્વેર યાર્ડમાં બનેલ બિલ્ડીંગ નંબર સી-54ના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે ચાલતા બેબી કેર સેન્ટરમાં શનિવારે રાત્રે આગ ફાટી નીકળી હતી. જેના કારણે 12 નવજાતને એમ્બ્યુલન્સ અને પીસીઆર દ્વારા સારવાર માટે નજીકની અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર રામજી ભારદ્વાજે 6 નવજાતને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલ નવજાત શિશુ અને અન્ય 5 બાળકોને સારવાર માટે દાખલ કરાયા હતા. જેમાંથી ગંભીર હાલતમાં બાળકનું પણ પાછળથી મોત થયું હતું. આગમાં નાશ પામેલા બેબી કેર સેન્ટરમાં નવજાત બાળકોનો કોઈ રેકોર્ડ મળ્યો નથી.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સીએમ અને ગૃહમંત્રી જ્યાં આગ લાગી ત્યાં પહોંચ્યા, વળતરની જાહેરાત કરી.