rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અડધી રાત્રે ફેક્ટરીમાં 6 લોકો જીવતા સળગ્યા

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર
, રવિવાર, 31 ડિસેમ્બર 2023 (13:06 IST)
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં હેન્ડ ગ્લોવ બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર વલુજ MIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં સવારે લગભગ 2.15 વાગ્યે આગ લાગી હતી.
 
ફાયર વિભાગના અધિકારીઓએ બાદમાં આગની ઘટનામાં છ લોકોના મોતની પુષ્ટિ કરી હતી. કામદારોએ જણાવ્યું કે જ્યારે આગ લાગી ત્યારે કંપની બંધ હતી અને તેઓ સૂતા હતા. એક કર્મચારીએ એએનઆઈને જણાવ્યું કે જ્યારે આગ લાગી ત્યારે બિલ્ડિંગની અંદર 10-15 કર્મચારીઓ સૂઈ રહ્યા હતા.

કેટલાક લોકો ભાગવામાં સફળ રહ્યા હતા, પરંતુ ઓછામાં ઓછા પાંચ-છ અંદર ફસાયા હતા. દરમિયાન આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ram Mandir Quiz: શું તમે જાણો છો કે મંદિરની અંદર રાખવામાં આવેલ ઘંટની સૌથી ખાસ વાત શું છે?