Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2,000ની નોટને લઈને RBIએ આપ્યું મોટું અપડેટ

2,000ની નોટને લઈને RBIએ આપ્યું મોટું અપડેટ
, બુધવાર, 2 ઑગસ્ટ 2023 (16:14 IST)
ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ એક મોટું અપડેટ આપ્યું છે. રિઝર્વ બેંકે અગાઉ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો.

આજે તેની સ્થિતિ RBI દ્વારા જણાવવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મંગળવારે કહ્યું કે 31 જુલાઈ સુધી 2,000 રૂપિયાની ચલણી નોટોમાંથી લગભગ 88 ટકા બેંકોને પરત કરવામાં આવી છે. એક નિવેદનમાં, રિઝર્વ બેંકે કહ્યું કે બેંકો પાસેથી મળેલી માહિતી સૂચવે છે કે 31 જુલાઈ સુધી 3.14 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2,000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે.  
 
31 જુલાઈ સુધી 3.14 લાખ કરોડની 2000ની નોટો પાછી આવી 
RBIએ 19 મેના રોજ 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ માટે ગ્રાહકોને 30 સપ્ટેમ્બર સુધી આ નોટો બેંકોમાં જમા કરાવવા અથવા બદલવાની સુવિધા આપવામાં આવી છે. આ ક્રમમાં 31 જુલાઈ સુધી 3.14 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો બેંકોમાં પાછી આવી છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Video- બીચ પર મસ્તી કરતા લોકો વચ્ચે પડ્યું વિમાન