rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આતંકી સંગઠને મોદી અને ભારતને આપી ધમકી

મોદી અને ભારતને આપી ધમકી
વાઘા સીમા પર પાકિસ્તાન તરફથી રવિવારે આત્મઘાતી હુમલો કરનારા આતંકવાદી સંગઠને હવે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધમકી આપી છે. હુમલાની જવાબદારી લેનારા સંગઠન,  પાકિસ્તાન  જમાત એહરારના પ્રવકતા એહસાનુલ્લાહ એહસાને સોમવારે ટ્વિટર પર કહ્યુ ..'તમે (મોદી) સેકડો મુસલમાનોના હત્યારા છો. અમે કાશ્મીર અને ગુજરાતના નિર્દોષ લોકોનો બદલો લઈશુ'. 
 
એહસાને કહ્યુ કે આ હુમલો પાકિસ્તાન અને ભારત બંને હુકુમતોને સંદેશ આપવા માટે હતો. એહસાને કહ્યુ કે આ ફિદાયીન હુમલો હાફિજ હનીફુલ્લાહ નામની વ્યક્તિએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જમાત એહરારના ઉપરાંત જનદુલ્લાહ અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના મેહર મેહમૂદ ગ્રુપે પણ આ હુમલાની જવાબદારી લીધી છે. પણ માહિતગાર માને છે કે હુમલામાં જમાત એહરારનો હાથ છે. એહસાને કહ્યુ કે બાકે એબંને સંગઠનોનો દાવો આધારહિન છે અને તેમા આવા હુમલા કરવાની હિમ્મત નથી. એહસાને દાવો કર્યો કે આ હુમલાની યોજના જમત એહરારના હેડક્વાર્ટરમાં બની હતી.  ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના આતંકવાદ પ્રભાવિત ઉત્તર પશ્ચિમી વિસ્તારોથી અપડેટ કરી રહેલ એવા અનેક જિહાદી સંગઠન અને તેના ભારતમા રહેલ સહયોગી ગુપ્ત ભારતીય એજંસીઓ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે. તાજેતરમાં આ અંગે  પીએમ મોદીને માહિતી પણ આપી છે. 
 
આ સંગઠનનો પાયો મુકનારા મુખ્ય આતંકી મૌલામા કાસિમ છે. આ સંગઠન સીરિયા અને ઈરાકમાં પગ પસારતા આતંકી ગ્રુપ ઈસ્લામિક સ્ટેટથી ખૂબ જ પ્રભાવિત છે. અને તેમા અલ કાયદા ચીફ અયમાન અલ જવાહિરી સાથે પણ ખૂબ નિકટના સંબંધો છે. આ સંગઠનનો મુખ્ય કમાંડર પત્રકાર સાથે જેહાદી બનેલ ઉમર ખાલિદ ખુરાસાની છે જે પાકિસ્તાનમાં તખ્તો પલટાવી શરીયતનો કાયદો લાગૂ કરવા માંગે છે. આ ઉપરાંત તે પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર કબજો કરીને આખી દુનિયામાં ઈસ્લામિક હકુમત કાયમ કરવા માંગે છે  આ વર્ષે ફેબ્રુઆરીમા ઉમર ખાલિદે 23 પાકિસ્તાની સૈનિકોના સર કલમ કરાવી દીધા હતા.  
 
 

Share this Story:

Follow Webdunia gujarati