Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચા વેચતા-વેચતા સીખી હિંદી- નરેન્દ્ર મોદી

ચા વેચતા-વેચતા સીખી હિંદી- નરેન્દ્ર મોદી
, શુક્રવાર, 17 નવેમ્બર 2017 (12:58 IST)
મોદીએ 10માં હિન્દી સમ્મેલનનું ઉદ્દઘાટન કરતા કહ્યુ કે મારી માતૃભાષા હિન્દી નહી ગુજરાતી છે. મને હિન્દી સારુ આવડતુ નહોતુ.  પણ ચા વેચતા-વેચતા આ શીખવાનો અવસર મળ્યો.  એમણે કહ્યું કે મુંબઈમાં દૂધનો ધંધો કરતા ઉત્તરપ્રદેશના લોકો એમના ગામથી ખેડૂત પાસે ભેસ ખરીદવા આવતા હતા અને એ ભેસોને માલગાડીમાં ભરીને લઈ જતા હતા.  મોદી એમને ચા વેચવા જતા હતા. એ લોકોને ગુજરાતી આવડતુ નહોતુ અને મને હિન્દી નહોતુ આવડતુ. પણ ચા વેચતા વેચતા એ લોકો સાથે વાતચીત કરતા કરતા હું હિન્દી શીખી ગયો.  
 
મોદીએ સમ્મેલનમાં લોકોના જોરદાર હાસ્ય વચ્ચે કહ્યું કે મને હિન્દી આવડતું ન હોત તો મારું શું થયુ હોત ? આજે હું લોકો સુધી કેવી રીતે પહોંચતો. ભાષાની તાકાત શું હોય છે એ હુ સારી રીતે સમજી ગયો છુ. 
 
વિનોદી મૂડમાં દેખાતા મોદીએ કહ્યું કે ગુજરાતમાં લોકો ગુજરાતીમાં ઝગડો કરતા નથી. બે લોકો વચ્ચે ઝગડો થતા એ હિદીમાં તૂ-તૂ મેં-મે કરવા લાગે છે. એ ગુજરાતીમાં ઝગડો કરી જ શકતા નથી.  કારણકે ગુજરાતીમાં એ ભાવ આવતો જ નથી.  ઝગડનારને લાગે છે કે હિન્દીમાં ઝગડશે તો સામેવાળાને લાગશે કે આ તો દમવાળો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસના બળવાખોરોને શંકરસિંહના પક્ષની નહીં પણ ભાજપની ટિકીટ જોઈએ છે