Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મૂવી રિવ્યુ - અવેજર્સ:એંડગેમ -અવેજર્સના ચાહકો માટે આ મસ્ટ વૉચ ફિલ્મ છે

મૂવી રિવ્યુ - અવેજર્સ:એંડગેમ -અવેજર્સના ચાહકો માટે આ મસ્ટ વૉચ ફિલ્મ છે
, શનિવાર, 27 એપ્રિલ 2019 (17:39 IST)
અવેજર્સ:એંડગેમ મૂવી 
રેટિંગ 4/5 
કલાકાર - રોબર્ટ ડાઉની, ક્રિસ ઈવાંસ, ક્રિસ હૈમ્સવર્થ, માર્ક રફૈલો, સ્કારલેટ જોહાનસન, જેરેમી રેનર, પૉલ રેડ, જોશ બ્રોલિન 
નિર્દેશક - એથની રૂસો, જૉ રૂસો 
મૂવી ટાઈપ - એક્શન 
ટાઈમ - 3 કલાક 1 મિનિટ 
સુપર હીરોઝને જો આપણે એક યૂનિવર્સલ અપીલના રૂપમાં  જોઈએ તો ખોટુ નહી રહે. તેમની જાંબાજીના કારનામા અને અદ્દભૂત  અનોખી શક્તિઓએ સમય સમય પર વિશ્વને બચાવ્યુ છે.  ઈંડિયા જેવા દેશમાં પણ આ અવેજર્સની તેથી બોલબાલા થઈ રહી છે કે ક્યાક ને ક્યાક તેમની અદ્દભૂત અલૌકિક શક્તિઓ અને સદ્દગુણ પર તેમના વિશ્વાસને આપણી ઓડિયંસે પણ ખુદ સાથે રિલેટ કર્યા.  આ જ કારણ છે કે સુપર હીરોઝની ફૌજથી લદાયેલી અવેજર્સ એંડગેમ આજના સમયની સૌથી ભવ્ય અને મહત્વાકાંક્ષી ફિલ્મ બની ચુકી છે. 
 
કેમ ન હોય ? બુરાઈને ખતમ કરવા અને આપણા પોતાના હોય એવા લોકોને પરત લાવીને દુનિયામાં અચ્છાઈ સ્થાપિત કરવાની પહેલ કરનારી અવેજર્સ એંડગેમ એક રીતે 22 ફિલ્મોનો અંત છે.  તેમા 22 ફિલ્મોના દરેક પાત્રને સામેલ કરવામાં આવ્યો છે અને ફિલ્મના ક્લાઈમેક્સ સુધી આવતા આવતા તમે એક જ સમય પર હ્સો છો.. ચીસો પાડો છો અને રડવુ શરૂ કરી દો છો. 
webdunia

અવેજર્સની સ્ટોરી વિશે જો વધુ વિસ્તારમાં ન જઈ તો સારુ રહેશે પણ અમે એટલુ બતાવી શકીએ છીએ, થૈનોશ (જોશ બ્રોલિન)ના વિરુધ આઈરન મૈન (રોબર્ટ ડાઉની)કેપ્ટન અમેરિકા (ક્રિસ ઈવાંસ), થોર (ક્રિસ હૈમ્સવર્થ), હલ્ક (માર્ક રફૈલો), બ્લેક વિડો (સ્કારલેટ જોહાનસન) જેરેમી રેનર, એંટ મૈન (પૉલ રડ), કૈપ્ટન માર્વલ (બ્રી લાર્સન)એ એકજૂટ થઈને જંગ છેડી દીધી છે. હકીકતમાં એંટ મૈન (પૉલ રડ) આ સુપર હીરોઝને આવીને જણાવે છેકે ક્વાંટમ થિયરીના દ્વારા તેઓ અતીતમાં જઈને થૈનોસ પહેલા એ મણિયોને હાસિલ કરી લે  તો ઈન્ફિનિટી વૉરની સ્થિતિથી બચી શ્સકાય છે અને એ જંગમાં જે પોતીકાઓને ગુમાવી દીધા હતા તેમને પરત લાવી શકાય 
છે.   તે ક્વાંટૅમ થિયરીને ચાક-ચૌબંદ કરીને અતીતમાં જઈને વિવિધ સ્થાન પરથી મણિયોને મેળવવામાં પણ સફળ રહે છે.  શુ હવે થૈનોસની બુરાઈઓનો અંત થઈ જશે ? શુ અવેજર્સ પોતાના વ્હાલાઓને પરત લાવી શકે છે ? શુ સુપર હીરોઝનો જલવો કાયમ રહી શકે છે ? આ બધા રસપ્રદ  ટંર્સ અને ટ્વીસ્ટને જાણવા માટે તમારે અવેજર્સ જોવી પડશે. 
 
ઈમોશન અને એક્શન અવેજર્સની તાકત રહી છે. અને આ વખતે પણ નિર્દેશક દ્રવયએ દર્શકોની નબ્જને પકડતા એક્શન અને ઈમોશનનો તગડો ડોઝ પીરસ્યો છે. ફિલ્મમાં આપવામાં આવેલ ક્લોઝર સ્પષ્ટ રૂપે જાહેર કરે છે કે એક યુગનો અંત થઈ ગયો. ફિલ્મની શરૂઆત થોડી ધીમી છે. દેખીતુ છે કે નિર્દેશક દ્રવયને ઈન્ફિનિટી વૉર પછીની હાલતમાં સુપર હીરોઝને સ્થાપિત કરવાનુ હતુ કે તે પોતાના કારનામા અને દિવ્ય શક્તિઓથી દૂર સામાન્ય જીવન વિતાવી રહ્યો છે. પણ જ્યારે એંટ મૈન આવીને તેમા પોતાનાઓને પરત લાવવાનો જોશ ભરે છે તો ત્યારબાદ સ્ટોરી સરપટ દોડવા માંડે છે.  ફિલ્મ ત્રણ કલાક જેટલી લાંબી છે પણ પાસ્ટ પ્રેજેંટને ઉતાર ચઢાવ તમારી શ્વાસ રોકી રાખે છે.  ફિલ્મની એડિટિંગ શાર્પ છે.  સંવાદ પસંદગીના છે અને તમને હસવા પર વિવશ કરી દે છે. ક્લાયમૈક્સના એક્શન સ્પેશ્યલ ઈફેક્ટ્સ દર્શકો માટે કોઈ વિઝુઅલ ટ્રીટથી કમ સાબિત નથી થતો. અંતમાં તમે જજબાતી થયા વગર નહી રહી શકો અને એક કસક લઈને ઘરે પરત ફરો ક હ્હે.  આઈએમડીબી પર આની રેટિગ્ન 9.2 છે. 
webdunia
પરફોર્મેંસના મામલે આ સુપર હીરોઝ આ વખતે પણ કમાલ કરી રહ્યા છે. આઈરન મૈન (રોબર્ટ ડાઉની) કૈપ્ટન અમેરિકા(ક્રિસ ઈવાસ) થોર (ક્રિસ હૈમ્સવર્થ), હલ્ક (માર્ક રફૈલો), સ્કારલેટ જોહાનસન, જેરેમી રેનર, એંટ મૈન (પૉલ રડ)પોતાની હીરોનુમા છબિની સાથે સાથે પારિવારિક અંદાજમાં પણ જોવા મળ્યા છે. પણ થૉર (ક્રિસ હૈમ્સવર્થ)ને સુપર હીરોની છવિથી હટીને દારૂડિયો અને થુલથુલા રૂપમાં જોવા તેમના ફેંસને નિરાશ કરી શકે છે. પણ તેમનુ હ્યૂમન સાઈડ મજબૂત છે. થૈનોસ (જોશ બ્રોલિન)હંમેશાની જેમ લાર્જર દેન લાઈફ લાગે છે.  હા આ વખતે તેમની પુત્રીઓ જુદા અવતારમાં દેખાઈ છે. 
 
કેમ જોવી જોઈએ - અવેજર્સના ચાહકો માટે આ મસ્ટ વૉચ ફિલ્મ છે અને સામાન્ય દર્શકો માટે મનોરંજનની રસપ્રદ રાઈટ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Avengers: Endgame એ પહેલા જ દિવસે કમાવ્યા 52 કરોડ