Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Avengers: Endgame એ પહેલા જ દિવસે કમાવ્યા 52 કરોડ

Avengers: Endgame એ પહેલા જ દિવસે કમાવ્યા 52 કરોડ
, શનિવાર, 27 એપ્રિલ 2019 (16:41 IST)
'અવેજર્સ એંડગેમ' ની રાહ આખી દુનિયા જોઈ રહી હતી. આ માર્વલ સિનેમૈટિક સ્ટુડિયોની 22મી ફિલ્મ છે અને ભારતમાં આ 26 એપ્રિલના રોજ રજુ થઈ રહી છે. ઘરેલુ બોક્સ ઓફિસ પર બધા રેકોર્ડ તોડતા આ ફિલ્મએ પહેલા જ દિવસે 52 કરોડ રૂપિયાની ભારે ભરકમ કમાણી કરી નાખી. 
 
આ ફિલ્મએન ક્રિટિક અને ફેંસ તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. હવે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર કમાણીના મામલે આ બીજા નંબરની ફિલ્મ બની ગઈ છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર હજુ પણ બાહુબલી 2 ધ કંક્લૂઝન છે. જેણે પોતાના ઓપનિંગ ડે પર જ 122 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 
 
આ પહેલા અવેંજર્સ સીરીઝની ફિલ્મ અવેજર્સ:ઈંફિનિટી વૉર એ પહેલા જ દિવસે ઈંડિયન બોક્સ ઓફિસ પર 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.  આ ફિલ્મએ રજુ પહેલા જ રેકોર્ડ તોડ્યો છે.  એડવાંસ બુકિંગના મામલે તેણે બધી ફિલ્મોને પાછળ છોડી છે અને રજુઆત પહેલા તેની 10 લાખથી વધુ ટિકિટ બુક થઈ ચુકી હતી.  આ ઉપરાંત ફિલ્મની સૌથી મોંઘી ટિકિટ 2 હજાર રૂપિયાથી વધુની વેચાય રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ-પોલીયોની દવા