હર્ષના આ નિર્ણયથી તેની માઁ બિલકુલ ખુશ નથી અને સમગ્ર યાત્રા દરમિયાન ત એ આ વાતને લઈને હર્ષના પિતા તેને ઉ શ્કેરતા રહે છે. મોરીશિયસ પહોંચીને હર્ષ પોતાની ફિયાંસી સાથે તેના પરિવારની મુલાકાત કરાવે છે. હર્ષ ઘણો જ વ્યસ્ત છે અને લગ્ન પહેલા પોતાના બધા જ કામ પતાવવા માંગે છે તેથી આલિયા પર પોતાના પરિવારને મોરિશિયસ બતાવવાની જવાબદારી નાખી દે છે. હર્ષની મમ્મી આલિયાથી ગુસ્સે છે તેથી આલિયાનો મોટાભાગનો સમય સિધ્ધાર્થ સાથે વીતે છે. હર્ષની વ્યસ્તતાથી આલિયા પોતાની જાતને ઉપેક્ષિત અનુભવે છે અને સિધ્ધાર્થ તરફ આકર્ષિત થઈ જાય છે. સિધ્ધાર્થ પણ આકર્ષણ અનુભવે છે, જો કે તે પોતાની જાતને ઘણો રોકે છે.
આલિયાની દિવાનગી જ્યારે હદ પાર કરી દે છે તો સિધ્ધાર્થ પણ તેને પ્રેમ કરવા લાગે છે. સિધ્ધાર્થની મમ્મીને બંને પર શક થાય છે અને જ્યારે ભાંડો ફૂટે છે ત્યારે ઘરમાં ભૂચાલ આવી જાય છે.
ફિલ્મમાં રોમાંસ અને હાસ્યને પ્રમુખતા આપી છે. ફિલ્મમાં કોઈ ક્ષણ એવી છે જે તમારા ચહેરા પર હાસ્ય લાવે છે તો કોઈ ક્ષણ આંસુ લાવે છે.