Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોરી ભાઈ !

સોરી ભાઈ !
IFM
નિર્માતા : વાસુ ભાગવાની, ઓનીર
નિર્દેશક : ઓનીર
સંગીત : ગૌરવ દયાલ, વિવેક ફિલિપ
કલાકાર : શરમન જોષી, ચિત્રાગંદા સિંહ, સંજય સૂરી, શબાના આઝમી, બોમન ઈરાની

સિધ્ધાર્થ માથુર શરમાળ છે, જે એક વૈજ્ઞાનિક છે. તેનો મોટો ભાઈ હર્ષ મોરિશિયસમાં લગ્ન કરવાનો છે. તેના લગ્નમાં ભાગ લેવા માટે સિધ્ધાર્થ પોતાના માતા-પિતાની સાથે મોરિશિયસ જાય છે.

webdunia
IFM
હર્ષના આ નિર્ણયથી તેની માઁ બિલકુલ ખુશ નથી અને સમગ્ર યાત્રા દરમિયાન ત એ આ વાતને લઈને હર્ષના પિતા તેને ઉ શ્કેરતા રહે છે. મોરીશિયસ પહોંચીને હર્ષ પોતાની ફિયાંસી સાથે તેના પરિવારની મુલાકાત કરાવે છે.

હર્ષ ઘણો જ વ્યસ્ત છે અને લગ્ન પહેલા પોતાના બધા જ કામ પતાવવા માંગે છે તેથી આલિયા પર પોતાના પરિવારને મોરિશિયસ બતાવવાની જવાબદારી નાખી દે છે. હર્ષની મમ્મી આલિયાથી ગુસ્સે છે તેથી આલિયાનો મોટાભાગનો સમય સિધ્ધાર્થ સાથે વીતે છે.

હર્ષની વ્યસ્તતાથી આલિયા પોતાની જાતને ઉપેક્ષિત અનુભવે છે અને સિધ્ધાર્થ તરફ આકર્ષિત થઈ જાય છે. સિધ્ધાર્થ પણ આકર્ષણ અનુભવે છે, જો કે તે પોતાની જાતને ઘણો રોકે છે.

webdunia
IFM
આલિયાની દિવાનગી જ્યારે હદ પાર કરી દે છે તો સિધ્ધાર્થ પણ તેને પ્રેમ કરવા લાગે છે. સિધ્ધાર્થની મમ્મીને બંને પર શક થાય છે અને જ્યારે ભાંડો ફૂટે છે ત્યારે ઘરમાં ભૂચાલ આવી જાય છે.

ફિલ્મમાં રોમાંસ અને હાસ્યને પ્રમુખતા આપી છે. ફિલ્મમાં કોઈ ક્ષણ એવી છે જે તમારા ચહેરા પર હાસ્ય લાવે છે તો કોઈ ક્ષણ આંસુ લાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati