Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્લી - 6

દિલ્લી - 6
IFM
નિર્માતા : રાકેશ ઓમપ્રકાસહ મેહરા, રોની સ્ક્રૂવાલા
નિર્દેશક : રાકેશ ઓમપ્રકાશ મેહરા
સંગીત : એ.આર.રહેમાન, રંજત ઢોલકિયા
કલાકાર : અભિષેક બચ્ચન, સોનમ કપૂર, ઓમપુરી, દિવ્યા દત્તા, ઋષિ કપૂર, વહીદા રહેમાન, પવન મલ્હોત્રા, સુપ્રિયા પાઠક, તનવી આઝમી, કેકે રૈના, અતુલ કુલકર્ણી.

વાર્તા છે ભારતીય મૂળના અમેરિકન યુવાન રોશન (અભિષેક બચ્ચન)ની, જે ભારત પહેલીવાર આવ્યો છે. જેનુ કારણ છે કે તેની દાદી ખૂબ જ બીમાર છે અને પોતાના અંતિમ ક્ષણ એ જમીન પર વીતવવા માંગે છે જ્યા એ જન્મી હતી.

રોશન પાશ્ચાત્ય જીવનશૈલીથી ટેવાઈ ગયો છે. ભારતીય સંસ્કૃતિ, વિશ્વાસ અને ધર્મના વિશે તે વધુ નથી જાણતો. અહીંના ખોરાકને અને તેની સુગંધને પણ તેણે પહેલીવાર અનુભવી.

webdunia
IFM
ભારત આવતા પહેલા તે વિચારતો હતો કે તેની દાદી અમેરિકા છોડીને ભૂલ કરી રહી છે. પરંતુ એ અહીં આવીને અનુભવે છે કે એવુ વિચારવુ એ તેની ભૂલ હતી. અહી તેણે જે પ્રેમ અને અપનત્વ મળ્યુ તેનાથી એ ગળગળો થઈ જાય છે.

બિટ્ટૂ (સોનમ કપૂર) પોતાની ઓળખની શોધમાં છે અને પરંપરાઓના નામ પર તેને જકડી રાખતી બેડીયોને તોડવા માંગે છે. એ રોશનને પ્રેમ કરવા માંડે છે. રોશનની મુલાકાત ગોબર(અતુલ કુલકર્ણી), જલેબી (દિવ્યા દત્તા) અને નવાબ સાહેબ અલી (ઋષિ કપૂર)સાથે થાય છે જે તેને સમજાવે છે કે એ બિટ્ટૂને છોડીને ન જાય કારણ કે આવો પ્રેમ તેને જીંદગીમાં વારંવાર નથી મળતો.
આ ફિલ્મની વાર્તામાં દિલ્લીનો એ ભાગ બતાવવામાં આવ્યો છે જેનો પિનકોડ છે 110006. તેથી ફિલ્મને 'દિલ્લી 6' નુ નામ આપવામાં આવ્યું છે. આ શહેર આ ફિલ્મનુ એક પાત્ર બનીને હાજર રહ્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati