નિર્માતા - રોની સ્ક્રૂવાલાકથા, પટકથા - સંવાદ અને નિર્દેશન - રાજકુમાર ગુપ્તા ગીતકાર : અમિત ત્રિવેદી કલાકાર : રાજીવ ખંડેલવાલ ફિલ્મનુ નામ 'આમિર' જરૂર છે, પણ આમા આમિર ખાન નથી. આ ફિલ્મ દ્વારા રાજીવ ખંડેલવાલ હિન્દી ફિલ્મોમાં પોતાનુ કેરિયર શરૂ કરવા જઈ રહ્યા છે. નાના પડદાં પર રાજીવ એક ચિર-પરિચિત નામ છે. ડો. આમિર અલી(રાજીવ ખંડેલવાલ)એક નિમ્ન મધ્યમવર્ગીય યુવક છે, જેણે પોતાનુ કેરિયર જાત મહેનતથી બનાવ્યુ છે. વિદેશમાં રહીને તેમણે સખત મહેનત કરી અને સફળતાની સીડી ચડી. આમિર સ્વતંત્ર વિચારોનો માલિક છે. આમિરની મુલાકાત લંડનમાં રહેતી એક છોકરી સાથે થાય છે, જે બીજા ધર્મની છે. આમિર તેને પ્રેમ કરવા માંડે છે, અને તેની સાથે જીવન વિતાવવાની તેની યોજના છે. આમિરને લાગે છે કે ભારતમાં તેનુ અને તેના કુંટુંબનુ ભવિષ્ય ઉજ્જવળ રહેશે.
જેવો તે પોતાના દેશમાં પગ મૂકે છે કે તેનો સામનો હકીકત સાથે થાય છે. આમિરને પ્રેમ, વિચાર અને વિશ્વાસ વિશે પ્રશ્નો કરવામાં આવે છે. આમિર પોતાની જાતને લાચાર અનુભવે છે. તેને પોતાના સપનાઓ સાથે સમજૂતી કરવી પડે છે.
આમિર જૂની મુંબઈના મુસલમાન વિસ્તારમાં રહે છે. આ વિસ્તારમાં સાંકડી ગલીઓ છે, સસ્તી હોટલો છે, ગુમનામ દલાલો અને વેશ્યાઓ છે, અને ભીડથી ભરેલા બજાર છે. આમિરને લાગે છે કે તે આ ગલિઓમાં ખોવાઈ જશે. તેના મનમાં પ્રશ્નો ઉઠે છે કે નસીબે તેને પસંદ કર્યુ છે કે તેને નસીબને ?