મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે 'વહેંચાશું, તો વેતરાશું' અને નરેન્દ્ર મોદીએ 'એક છીએ, તો સૅફ છીએ' જેવા નારા ઉપર રાજકીય ચર્ચા શરૂ થઈ છે.
લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીએ ઍક્સ પોસ્ટમાં લખ્યું, "મોદીજી, સામાન્ય લોકો ક્યારે સલામત બનશે? તમે માત્ર 'અદાણી'ને સૅફ કરવામાં લાગેલા છો. આ ભયજનક તસવીર અને
સમાચાર ભારતીય રેલવેની લાંબી બેદરકારી, ઉપેક્ષા અને જાણીજોઈને ઓછી ભરતીઓ કરવાનું પરિણામ છે."
આ પહેલાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્ર માટે મહાવિકાસ અઘાડીનું સંયુક્ત ઘોષણાપત્રક બહાર પાડ્યું હતું. એ સમયે તેમણે પણ આ પ્રકારના નારાઓ અંગે પ્રતિક્રિયા આપી હતી.
ખડગેએ કહ્યું, "તમે મનુસ્મૃતિનો સ્વીકાર કરીને અગાઉથી જ સમાજને વિભાજિત કરી દીધો છે. હવે વધુ ભાગલા પાડવા માંગો છો. કોણ વેતરવાની વાત કરે છે. તમે 140 કરોડની જનતાને કાપશો."
ખડગેએ ઉમેર્યું, "ભાગલા ન પડે એટલે ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીએ કુર્બાનીઓ આપી. યોગીજી અને મોદીજીના નારા અલગ-અલગ છે. મોદીજી કહે છે, 'એક છીએ, તો સૅફ છીએ' અને આપણે એકતા તથા
સ્વતંત્ર માટે જીવના બલિદાન આપ્યા છે. અમારા લોકો લડ્યા છે અને આઝાદી અપાવી છે. જેમણે આઝાદી અપાવી એમને જ મારનારાઓમાં તમે લોકો હતા."
ખેડગેએ અન્ય એક સંબોધનમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ઉપર નિશાન સાધતા કહ્યું, "એક તરફ તમે ભગવા વસ્ત્ર ધારણ કરો છો અને બીજી બાજુ 'વહેંચાશું તો વેતરાશું'ની વાત કહો છો. આ
લોકો આરામથી મોટી ગાડીઓમાં ફરી રહ્યા છે અને ગરીબની વાત કરહે છે. લોકોમાં ઝેર ભરી રહ્યા છે અને ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે."