કોંગ્રેસે રવિવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે અનુક્રમે 144, 30 અને 55 ઉમેદવારોની જાહેરાત કરી છે.
પાર્ટીએ ત્રણ રાજ્યો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
નવરાત્રિના પહેલા દિવસે કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જે મુજબ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ તેમની વર્તમાન સીટ છિંદવાડાથી ચૂંટણી લડશે, જ્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા ગોવિંદ સિંહને લહરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
યાદી અનુસાર, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ તેમના વર્તમાન વિધાનસભા ક્ષેત્ર પાટણથી અને નાયબ મુખ્યમંત્રી ટી એસ સિંહદેવ અંબિકાપુરથી નસીબ અજમાવશે. આ દરમિયાન તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એ રેવન્ત રેડ્ડીને કોડંગલ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશની તમામ 230 વિધાનસભા બેઠકો માટે 17 નવેમ્બરે, છત્તીસગઢની 90 બેઠકો માટે 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં અને તેલંગાણાની તમામ 119 બેઠકો માટે 30 નવેમ્બરે મતદાન થશે.