ચૂંટણી પંચે મધ્યપ્રદેશમાં યોજાનારી ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચે આજે પ્રેસ કોંફરન્સ દ્વારા આની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે કહ્યું કે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 17 નવેમ્બરથી શરૂ થશે અને તેના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે મધ્યપ્રદેશ ઉપરાંત અન્ય 4 રાજ્યોની ચૂંટણીની તારીખો પણ જાહેર કરી છે.
પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા ચૂંટણી પંચે કહ્યું કે રાજસ્થાનમાં 23 નવેમ્બરે, તેલંગાણામાં 30 નવેમ્બરે, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે અને મિઝોરમમાં 7 નવેમ્બર 2023ના રોજ ચૂંટણી યોજાશે. તે જ સમયે, તમામ રાજ્યોના પરિણામો એક જ દિવસે એટલે કે 3જી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
જાણો રાજ્યમાં કુલ કેટલા વોટર ?
ઈલેક્શન કમિશનના મુખ્ય ચૂંટણી પ્રમુખ રાજીવ કુમારે પ્રેસ કૉન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યુ કે રાજ્યમાં 148 જનરલ, 35 એસસી અને 47 એસટી માટે સીટો નિશ્ચિત છે૱ બીજી બાજુ રાજ્યમાં આ વખતે 60 લાખ નવા વોટર જોડાયા છે. ચૂંટણી પ્રમુખે જણાવ્યુ કે પાંચ રાજ્યોમાં 2900 કર્મચારી ચૂંટણી કરાવશે. માહિતી માટે જણાવી દઈએ કે કુલ 230 વિધાનસભા સીટો છે. આવામાં કોઈપણ પાર્ટીને બહુમત માટે 115+ સીટો જોઈએ. રાજ્યમા કુલ 5 કરોડ 61 લાખ 36 હજાર 239 મતદાતા છે. છેલ્લા 5 વર્ષમાં મધ્યપ્રદેશમાં બે સરકારો બની છે, એક કોંગ્રેસની અને બીજી ભાજપની. જ્યારે 2018ની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે 15 વર્ષ બાદ કોંગ્રેસની સરકાર બની હતી જે માત્ર 15 મહિના જ ચાલી શકી હતી. ત્યારબાદ ફરી રાજ્યમાં ભાજપ સત્તામાં આવી.
અગાઉની ચૂંટણીમાં કંઈ પાર્ટીને કેટલી સીટ મળી ?
વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી હતી. પ્રદેશની 230 સીટોમાંથી કોંગ્રેસને બહુમતથી 2 ઓછી 114 સીટો મળી. જ્યારે કે બીજેપીને 109 સીટ મળી હતી. જો કે રસપ્રદ એ હતુ કે બીજેપીનો વોટ પરસનટેજ 41 ટકા અને કોંગ્રેસનો 40.9 ટકા હતો. પછી કોંગ્રેસે બીએસપી, એસપી અને અન્ય પાર્ટીઓ સાથે મળીને સરકાર બનાવી અને કમલનાથ સૂબાના મુખ્યમંત્રી પદ પર બિરાજ્યા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં ચૂંટણી પરિણામ 11 ડિસેમ્બરે આવ્યા હતા.
શિવરાજ ફરી બન્યા સીએમ
ત્યારબાદ કમલનાથે માર્ચ 2020 સુધી સરકાર ચલાવી. આ દરમિયાન તેમના ધારાસભ્યો તેમના નિર્ણયોથી નાખુશ થયા અને બગાવત કરી. ત્યારબાદ 11 માર્ચે સિંધિયા ભાજપમાં જોડાયા. આ પછી, રાજ્યનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટના આદેશ પર, ફ્લોર ટેસ્ટ 20 માર્ચ, 2020 ના રોજ યોજવાનું નક્કી કરવામાં આવ્યું, જ્યારબાદ કમલનાથે પોતે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું અને આ સાથે કોંગ્રેસની સરકાર પડી. ત્યારબાદ 23 માર્ચે ભાજપના શિવરાજ સિંહ ચૌહાણે નવા સીએમ તરીકે શપથ લીધા હતા. હાલની વાત કરીએ તો મધ્યપ્રદેશની 230 સભ્યોની વિધાનસભામાં ભાજપના 127 ધારાસભ્યો, કોંગ્રેસના 96 ધારાસભ્યો, 4 અપક્ષ, 2 બસપા અને 1 સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો છે.