buffalo viral video image source_Instagram
સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક ને કંઈક વાયરલ થતુ જ રહે છે. ક્યારેક કેટલીક વસ્તુઓ એવી વાયરલ થઈ જાય છે જેને જોઈને લોકો હેરાન થઈ જાય છે અને થોડીવાર માટે વિચારમાં પડી જાય છે. બીજી બાજુ સોશિયલ મીડિયા પર કંઈક વસ્તુઓ એવી પણ વાયરલ થઈ જાય છે જેને જોઈને લોકો પોતાનુ હસવુ રોકી નથી શકતા. આવામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોયા બાદ તમે હસીને લોટ પોટ થઈ જશો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં એક ભેંસ કાચા મકાનની છત પર જઈને ઉભી થઈ ગઈ છે. જેને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ કમેંટમાં ખૂબ મજેદાર રિકેશંસ આપી રહ્યા છે. આ વીડિયો જોઈને લોકો હેરાન થઈ રહ્યા છે કે છેવટે આ ભેંસ પતરા પર પહોચી કેવી રીતે ?
આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રૂપે દેખાય રહ્યુ છે કે એક ભેંસ એક કાચા મકાનની અગાશી પર જઈને ઉભી થઈ ગઈ છે. જ્યારબાદ એક મહિલા ઝડપથી તેના ઘરમાંથી બહાર નીકળે છે અને ત્યા હાજર લોકોને કંઈક કહે છે. ઘરની બહાર નીકળેલી મહિલાના ચેહરા પરથી આ સ્પષ્ટ દેખાય છે કે તેને પોતાના મકાનના તૂટવાઓ ભય સતાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
યુઝર્સના મજેદાર કમેંટ
તમારી માહિતી માટે બતાવી દઈએ કે આ વાયરલ વીડિયોને લઈને ઈંસ્ટાગ્રામ પર એ યુઝરે મજાકના અંદાજમા લખ્યુ, ગઈ ભેંસ છાણી માં. બીજી બાજુ એક યુઝરે લખ્યુ, મે સાંભળ્યુ હતુ કે ગાય ભેંસ પાણીમાં, પણ મે આ નહોતી સાભળ્યુ કે છત પર ગઈ ભેંસ. બીજી બાજુ એક અન્ય યુઝરે ખૂબ જ મજેદાર કમેંટ કરતા લખ્યુ "યમરાજની ભેંસ ખોટા સ્થાન પર ઉતરી ગઈ. આ વાયરલ વીડિયોને ઈસ્ટાગ્રામ પર @soljardhurv નામના એકાઉંટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. સમાચાર લખતા સુધી આ વીડિયોને 144,629 થી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે.