સાઉથના દિગ્ગ્જ અભિનેતા વિક્રમને બીમારીના કારણે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ 56 વર્ષના છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિક્રમને હાર્ટ એટેકના કારણે દાખલ કરવામાં આવ્યા છે. તેમણે તેલુગુ, મલયાલમ અને હિન્દી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે. તેમને 2004માં સાત ફિલ્મફેર પુરસ્કારો, તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કાર અને તમિલનાડુ સરકારનો કલાઈમામણી પુરસ્કાર પણ મળ્યો છે