- આપણે કોરોનામાં એકતા બતાવી તે પટેલને સાચી શ્રદ્ધાંજલિ છે'
- આપણા કોરોના વોરિયર્સ, ઘણા પોલીસ જવાનોએ બીજાના જીવ બચાવવા માટે પોતાનો જીવ આપ્યો. ઇતિહાસ આ સુવર્ણ ક્ષણને ક્યારેય ભૂલી શકશે નહીં. દેશની એકતાની તાકાત જ એ રોગચાળાએ વિશ્વને ફરજ પાડ્યું પણ અમને મજબૂત બનાવ્યું આ એકતાની કલ્પના સરદાર પટેલે કરી હતી.તે તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.
- આજે સી-પ્લેન સેવાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓને વિકલ્પ મળશે
-આદિવાસી ભાઇઓ-બહેનોને રોજગારી મળી રહી છે, હું 130 દેશવાસીઓને અભિનંદન આપું છું. -આજે સંયોગ છે કે, આજે મહર્ષી વાલ્મિકીની જયંતિ છે, ભગવાન રામના આદર્શ અને તેમના સંસ્કાર આજે ભારતના દરેક ખૂણામાં પહોંચ્યા છે, તેનો શ્રેય મહર્ષી વાલ્મીકીને જાય છે, હું આ દિવસની લોકોને શુભકામનાઓ આપુ છું -કોરોનાએ આખા વિશ્વમાં માનવજાતને પ્રભાવિત કરી છે, પરંતુ 130 કરોડ દેશવાસીઓએ સામૂહિક ઇચ્છા શક્તિને સાબિત કરી છે, તે અભૂતપૂર્વ છે, કોરોના વોરિયર્સના સન્માનમાં 130 કરોડ દેશવાસીઓએ એક થયો છે. -35 હજાર પોલીસ જવાનોએ આઝાદી પછી બલિદાન આપ્યું છે, પરંતુ કોરોના કાળમાં લોકોની જિંદગી બચાવવા માટે પોલીસ જવાનોએ સેવા કરતા કરતા ખુદને સમર્પિત કર્યાં છે. ઇતિહાસ ક્યારેય આ સ્વર્ણિમ પળને ક્યારેય નહીં ભૂલાવે. -દેશની એકતાની જ તાકાત હતી, કે ભારતે તેનો મજબૂતીથી મુકાબલો કર્યો છે અને નવા માર્ગે આગળ વધી રહ્યો છે
- ધારા 37૦ હટી જવાથી પટેલ સાહેબનું સ્વપ્ન સાકાર થયું - પટેલને યાદ કરતાં મોદીએ કલમ 37૦ ના મુદ્દો પણ છેડ્યો. તેમણે કહ્યું, "દેશમાં આવા ઘણાં કામો થયાં છે જે અશક્ય માનવામાં આવ્યાં હતાં. કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. જો સરદાર સાહેબના રહેતા તેમને આ જવાબદારી સોંપવામાં આવતી તો અમારે આ કામ કરવું ન પડતુ, "કાશ્મીરથી ધારા 37૦ ને હટાવવી નાખવું એ સરદાર સાહેબનું સ્વપ્ન હતું. કાશ્મીર હવે વિકાસના માર્ગ પર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા અને સરદાર વલ્લભભાઇ પટેલને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. તે પછી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ભાગ લેશે. સાથે જ પીએમ મોદી આજે સિવિલ સર્વિસ પ્રોબેશનર્સને સંબોધન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બે દિવસીય ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે શુક્રવારે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અનેક પર્યટન સંબંધિત વિકાસ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. અમદાવાદ પહોંચ્યા બાદ મોદી સૌ પ્રથમ ગાંધીનગરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના ઘરે પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર નરેશ કનોડિયા અને તેમના સંગીતકાર ભાઈ મહેશ કનોડિયાને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તો ચાલો આજે જાણીએ બધા અપડેટ્સ...
- શૌર્ય સાથે જોવા મળ્યો બેન્ડનો તાલ
- પીએમ મોદી એક્તાના શપથ લેવડાવ્યા
- એક્તા પરેડમાં સામેલ થયા પીએમ મોદી
- વિશ્વની સોથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને નત મસ્તક નમન કર્યું
- સરદારની પ્રતિમા પર હેલિકોપ્ટર પરથી પુષ્પાંજલિ પણ કરવામાં આવી.
- રાષ્ટ્રીય એક્તા દિવસે કેવડિયામાં પરેડ શરૂ
- પીએમ મોદી એક્તા પરેડનું નિરીક્ષણ કરશે