Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સફળતા મેળવવામાં મદદ કરશે સરદાર વલ્લભભાઈ પટેલના અણમોલ વિચાર

સફળતા મેળવવામાં મદદ કરશે સરદાર વલ્લભભાઈ પટેલના અણમોલ વિચાર
, ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (11:58 IST)
આજે 31 ઓક્ટોબરના રોજ સ્વંતંત્ર ભારતના ઉપ પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જયંતે ઉજવાય રહી છે.  ઈતિહાસના પાન પર આને પણ દેશની આઝાદી સમયે યોગદાનનુ વર્ણન વાંચવા મળે છે જેમા લખેલુ છેકે ભારત દેશ નાના-નાના 562 દેશી રાજ્યોમાં વહેંચાયેલુ હતુ.   જેમનો વિલય કરીને તેમણે ભારતને એકતાના સૂત્રમાં બાંધ્યુ. આ કામ ખૂબ જ મુશ્કેલ અને અનેક પડકારોથી ભરેલુ હતુ.   ભારતને એક રાષ્ટ્ર બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આવો જાણી સરદાર વલ્લભભાઈ પટેલના અણમોલ વિચાર 
 
 
- આજે આપ્ણે ઊંચ નીચ, અમીર-ગરીબ, જાતિ પંથના ભેદભાવને ખતમ કરી દેવા જોઈએ 
 
- આ માટીમાં કંઈક અનોખો છે જે અનેક અવરોધો છતા હંમેશા મહાન આત્માઓનો વાસ રહ્યો છે 
 
- મનુષ્યએ ઠંડુ રહેવુ જોઈએ. ક્રોધ ન કરવો જોઈએ. લોખંડ ભલે ગરમ થએ જાય પણ હથોડાએ તો ઠંડુ જ રહેવુ જોઈએ. નહી તો એ ખુદ પોતાનો હત્થો બાળી નાખશે.  કોઈપણ રાજ્ય પ્રજા પર ગમે તેટલુ ગરમ કેમ ન હોય અંતમાં તેને ઠંડુ થવુ જ પડશે. 
 
- શક્તિના અભાવમાં વિશ્વાસ વ્યર્થ છે. વિશ્વાસ અને શક્તિ બંને કોઈ મહાન કામ કરવા માટે જરૂરી છે. 
 
- તમારી ગુણ તમારા માર્ગમાં અવરોધ છે. તેથી તમારી આંખોને ક્રોધથી લાલ થવા દો અને અન્યાયનો સામનો મજબૂત હાથથી કરો. 
 
- અધિકાર મનુષ્યને ત્યા સુધી આંધળો બનાવી રાખશે જ્યા સુધી મનુષ્ય એ અધિકારને પ્રાપ્ત કરવા માટે મુલ્ય ન ચુકવી દે. 
 
- તમને તમારુ અપમાન સહન કરવાની કલા આવડવી જોઈએ. 
 
- મારે એક જ ઈચ્છા ક હ્હે કે ભારત એક સારો ઉત્પાદક હોય અને આ દેશમાં કોઈ અન્ન માટે આંસુ વહેડાવતો ભૂખ્યો ન રહે. 
 
- જ્યારે જનતા એક થઈ જાય છે ત્યારે તેની સમએ કૂરથી કૂર શાસન પણ ટકી નથી શકતુ.  તેથી જાત પાતના ઊંચ નીચનો ભેદભાવ ભૂલાવીને એક થઈ જાવ. 
 
- સંસ્કૃતિ સમજી વિચારીને શાંતિ પર રચવામાં આવી છે. મરવુ હશે તો તે પોતાના પાપથી મરશે.  જે કામ પ્રેમ, શાંતિથી થાય છે તે વેરભાવથી થતુ નથી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપ કેટલુ જાણો છો ?