Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

ISKCON
, ગુરુવાર, 28 નવેમ્બર 2024 (14:02 IST)
Demands ISKCON Ban in Bangladesh: છેલ્લા કેટલાક દિવસોમાં બાંગ્લાદેશમાં ઈંટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કૉન્શિયસનેસ (ISKCON) ને લઈને તનાવ ખૂબ વધી ગયો છે. જેને કારણે આ સંગઠન પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠી છે.  5 ઓગસ્ટ 2024 ના રોજ પ્રધાનમંત્રી શેખ હસીનાની સરકારના પતન પછી બાંગ્લદેશમાં ઈસ્કોન મંદિર એ પહેલા હિન્દુ સ્થળોમાંથી એક હતુ જેના પર ઉપદ્રવિઓએ હુમલો કર્યો હતો.  ઈસ્કોનને નિશાન બનાવવુ એ રાજનીતિક ચાલબાજી અને બાગ્લાદેશમાં વધતી ઈસ્લામી ભાવનાઓનુ પરિણામ લાગે છે. 
 
કટ્ટર ઈસ્લામિક સંગઠન હિફાજત-એ-ઈસ્લામે તો થોડા દિવસ પહેલા જુમ્માની નમાજ પછી તેના વિરુદ્ધ કાયદેસર એક રેલી કાઢી આ દરમિયાન નારા લગાવ્યા કે ઈસ્કોન મંદિરના ભક્તોને પકડો અને તેમની હત્યા કરો. આ ઉપરાંત પ્રદર્શનકારીઓની માંગ હતી કે ઈસ્કૉન મંદિર પર પ્રતિબંધ નહી લગાવ્યો તો તેઓ મોટુ આંદોલન કરશે. 
 
હસીનાના દેશ છોડ્યા પછી શરૂ થયો ઉપદ્રવ 
શેખ હસીનાના રાજીનામા અને દેશ છોડ્યા બાદ જ્યારે દેશમા અશાંતિ ફેલાઈ તો બાંગ્લાદેશના ખુલના ડિવીજનના મેહરપુરમાં સ્થિત એક ઈસ્કોન મંદિરને તોડવામાં આવ્યુ અને આગ લગાવી દેવામાં આવી. દેખીતી રીતે આ શેખ હસીનાના પદ પરથી હટ્યા બાદ રાજનીતિક  ઉથલ પાથલ હતી.  પણ આ ફેરફાર પછી વિવિધ સમુહ પોતાના પ્રભાવ વધારવાની કોશિશ કરી રહ્યા છે. જેમા કટ્ટરપંથી ઈસ્લામી ગુટ પણ સામેલ છે. હસીના પછી આવેલ યૂનુસ સરકાર ઈસ્લામી ગુટને ખુશ કરવા માટે તેમને ઈસ્કોનને નિશાન બનાવવા દઈ રહી છે.  તેનાથી ઈસ્લામી ગુટોને હિન્દુ સમુહની અંસ્તુષ્ટ અવાજો વિરુદ્ધ પોતાની તાકત બતાવવાની તક પણમળી. 
 
કેમ ઈસ્કોન છે ટારગેટ પર 
બાંગ્લાદેશમાં, ઇસ્કોન પર હિંસા ભડકાવવાનો અને રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે. રાજકીય પક્ષ અન્ય કોઈ નહીં પરંતુ અવામી લીગ છે, જેનું નેતૃત્વ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ કર્યું હતું. દેશમાં સક્રિય ઘણા કટ્ટરવાદી જૂથો અવામી લીગનો વિરોધ કરે છે. સોશિયલ મીડિયા પર #BanISKCON અને #ISKCONisTerrorist જેવા હેશટેગ સાથે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં આ સંગઠનને ખતરા તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે અને તેના પર પ્રતિબંધની માંગ કરવામાં આવી રહી છે. આ ઝુંબેશને વધુ વેગ મળ્યો જ્યારે ઇસ્કોનના સભ્યો વિરુદ્ધ ધાર્મિક અત્યાચારના વિરોધ દરમિયાન હિંસક ઘટનાઓ બની.
 
આ એક રાજનીતિક અને સામાજીક મુદ્દો 
ઈસ્કોનને ટાર્ગેટ બનાવવો એ માત્ર રાજકીય મુદ્દો નથી, પણ સમુદાયનો મુદ્દો પણ છે. બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચ, જેમાં ઇસ્કોનના સભ્યો પણ સામેલ છે, હિંદુઓના જુલમ વિરુદ્ધ વિશાળ રેલીઓનું આયોજન કરે છે. હિંદુઓમાં અસુરક્ષા વધી રહી છે: ઈસ્કોન સામે સરકારની કાર્યવાહીને હિંદુ અધિકારો અને તેમની ઓળખને દબાવવાના પ્રયાસ તરીકે ગણવામાં આવે છે, જે ઈસ્લામિક સંગઠનોના વધતા દબાણ વચ્ચે થઈ રહ્યું છે. ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાથી બાગ્લાદેશમાં હિન્દુ સમુહનુ મનોબળ ગબડી શકે છે. એટલુ જ નહી તેમના અધિકારો વિશે ચુપ્પી સાધવાની પ્રવૃત્તિ વધી શકે છે.  હિન્દુ સમુહના નેતા ચિંતિત છે કે આવા પગલાથી તેમના વધુ સાઈડ પર થવુ નક્કી છે અને તેમના વિરુદ્ધ હિંસા વધી શકે છે. .
 
બાંગ્લાદેશમાં કેટલા ઇસ્કોન મંદિરો 
ઇસ્કોનનું બાંગ્લાદેશમાં સારું નેટવર્ક છે. તેમના મંદિરોનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલું છે. ઇસ્કોનના ઢાકા, મૈમનસિંઘ, રાજશાહી, રંગપુર, ખુલના, બરીસાલ, ચટ્ટોગ્રામ અને સિલ્હટમાં મંદિરો છે. બાંગ્લાદેશમાં ઈસ્કોનમાં માનનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. બાંગ્લાદેશમાં આટલા બધા મંદિરો ધરાવતી સંસ્થા પાસે પણ નોંધપાત્ર સંપત્તિ હશે. કોઈપણ આપત્તિ સમયે ઈસ્કોન રાહત કાર્ય કરતી રહે છે. આ વખતે પણ તેમણે પૂર પીડિતો માટે રાહત શિબિરોનું આયોજન કર્યું હતું.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...