Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chinaને ફરી ડરાવી રહ્યો છે Corona વાયરસ, 10 લાખથી વધુ લોકોના થઈ શકે છે મોત, રીપોર્ટમાં દાવો

ચીનમાં અત્યાર સુધી માત્ર 38% રસીકરણ, 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં માત્ર 10%

corona virus
બીજિંગ , બુધવાર, 21 ડિસેમ્બર 2022 (17:14 IST)
ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસ (China Coronavirus Cases) ડરાવી રહ્યો છે. ચીનના ટોચના આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, ચીન આ શિયાળામાં કોવિડ સંક્રમણના ત્રણ સંભવિત તરંગોમાંથી પ્રથમ સામનો કરી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં સૌથી ગંભીર પ્રતિબંધો (Covid Ban) તેને હટાવ્યા બાદ દેશમાં કોવિડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. કોવિડ ટેસ્ટમાં અછતને કારણે કેસમાં વધારો થયો છે. રિપોર્ટ અનુસાર ચીનમાં આગામી કેટલાક મહિનામાં 80 કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2023માં ચીનમાં કોવિડના કેસમાં ભારે વધારાને કારણે 10 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે.

 
મહામારી વિશેષજ્ઞ વુ ઝુન્યાઓએ કહ્યું છે કે તેઓ માને છે કે કોરોના ચેપમાં વર્તમાન વધારો જાન્યુઆરીના મધ્ય સુધી ચાલશે, જ્યારે બીજી લહેર 21 જાન્યુઆરીની આસપાસ શરૂ થશે. આ સમયે, દેશમાં એક અઠવાડિયા લાંબી લુનર ઈયરની ઉજવણી ચાલે છે, જેના કારણે દેશમાં લાખો લોકોની અવર-જવર રહે છે.  આવી સ્થિતિમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. ત્રીજી લહેર ફેબ્રુઆરી અને માર્ચના અંત વચ્ચે આવી શકે છે. આ સમયે બધા લોકો તેમની રજાઓ મનાવીને પાછા ફરે છે. આવી સ્થિતિમાં, વધુ લોકો ઈન્ફેકશન રીપોર્ટ કરી શકે છે. ડૉ. વુ ઝુન્યાઓની આ ટિપ્પણી આ સપ્તાહની શરૂઆતમાં અમેરિકાની એક પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાના રીપોર્ટ પછી આપી છે.
 
હોંગકોંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે આ ચોક્કસ છે કે ચીનની સરકારે કોરોનાને નિયંત્રિત કરવા માટે પ્રમાણમાં "ઓછી તૈયારીઓ" કરી હતી. ચીનની સરકાર મૃત્યુઆંક અંગે હજુ પણ ચૂપ છે. જો કે, ચીની અધિકારીઓએ આગામી મહિનાઓમાં કોવિડ સંક્રમણના સતત લહેરની ચેતવણી આપી છે, કારણ કે આ મહિનાની શરૂઆતમાં પ્રતિબંધો હટાવ્યા પછી કેસ સતત વધી રહ્યા છે.
 
બીજીબાજુ અમેરિકાના ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન (IHMI) એ તાજેતરના રિપોર્ટમાં કહ્યું છે કે એપ્રિલની શરૂઆતમાં ચીનમાં કોરોનાની પીક આવશે. ત્યાં સુધીમાં મૃત્યુઆંક 3 લાખ 22 હજાર સુધી પહોંચવાની આશંકા છે. સાથે જ અમેરિકન વૈજ્ઞાનિક એરિક ફીગેલ-ડિંગે ચેતવણી આપી હતી કે 90 દિવસમાં ચીનની 60% વસ્તી એટલે કે લગભગ 800 મિલિયન લોકો કોરોનાથી સંક્રમિત થઈ જશે.
 
રિપોર્ટ અનુસાર ચીનમાં અત્યાર સુધી માત્ર 38% રસીકરણ કરવામાં આવ્યું છે. 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં તે માત્ર 10% છે. ઝીરો કોવિડ પોલિસીના કારણે લોકોમાં કોરોના સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ પણ વિકસિત થઈ શકી નથી. આવી સ્થિતિમાં, લોકો એકસાથે બહાર આવવાને કારણે, ત્યાં કોરોના વિસ્ફોટ થવાની સંભાવના હતી. જો કે, ચીન દાવો કરે છે કે તેમની 90% વસ્તી ફુલ્લી વેકસીનેટેડ છે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં એક દર્દીમાં ઓમિક્રોન B7ના શંકાસ્પદ લક્ષણો જણાયા, આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો