Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં એક દર્દીમાં ઓમિક્રોન B7ના શંકાસ્પદ લક્ષણો જણાયા, આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો

અમદાવાદમાં એક દર્દીમાં ઓમિક્રોન B7ના શંકાસ્પદ લક્ષણો જણાયા, આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો
, બુધવાર, 21 ડિસેમ્બર 2022 (16:49 IST)
વિશ્વમાં ફરી કોરોનાનો કહેર વધી રહ્યો છે. ચીન સહિત જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીની અધિકારીઓ સાથે બેઠકો શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કોરોનાના નવા વેરિઅન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને માત્ર 20 જેટલા જ એક્ટિવ કેસ છે. ત્યારે અમદાવાદના કોરોના સંક્રમિત એક દર્દીમાં ઓમિક્રોન B7વેરિયન્ટના લક્ષણો દેખાયા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આરોગ્ય વિભાગ આ નવા વેરિયન્ટને લઈને હરકતમા આવ્યો છે. આરોગ્ય વિભાગે જિનોમ સિકવન્સ મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. તેમજ ચીનમાં નોંધાયેલ વેરિયન્ટ છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે. નવો વેરિયન્ટ મળી આવશે તો દર્દી માટે અલાયદો વોર્ડ  શરૂ કરાશે એવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.  આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે વિદેશથી આવતા પ્રવાસીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવાનો આદેશ કર્યો છે. સંપૂર્ણ તૈયારીઓ માટે આરોગ્ય વિભાગને એલર્ટ કરી દેવાયું છે. અધિકારીઓને બેડ, દવાઓ, વેક્સિન અને ઓક્સિજન સહિતની તમામ તૈયારીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં માત્ર સિંગલ ડિજિટમાં જ કોરોનાના કેસો આવે છે.

રાજ્ય સરકાર પણ તમામ તૈયારીઓ પર ધ્યાન આપી રહી છે. સિઝનલ ફલૂ પર લક્ષણો જોઈને સારવાર કરવામાં આવે છે. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલનું કહેવું છે કે કોરોનાને લગતી તમામ દવાઓ હાલ ઉપલબ્ધ છે. કેન્દ્ર તરફથી જે સૂચનાઓ આવશે તે અંગે તૈયારીઓ કરીશું. હાલ તાત્કાલિક સંપૂર્ણ તૈયારીઓ માટે આરોગ્ય વિભાગને એલર્ટ કરી દેવાયું છે. તમામ ઓક્સિજન પ્લાન્ટની તપાસ કરવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. હાલમા રાજ્યમાં માત્ર 33 ટકા લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. જેથી વેક્સિન અંગેની તૈયારીઓ પર પણ ઘ્યાન આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યોના સચિવને એક પત્ર લખ્યો છે. જેમા વિશ્વના દેશોમાં કોરોનાના કેસ વધ્યા છે. તે અંગે ધ્યાન રાખવા જણાવ્યું છે.

રાજ્યોમાં પોઝિટીવ આવતા કેસોમાં જિનોમ સિક્વન્સિંગ પર ભાર મુકવા સૂચનાઓ આપવામાં આવી છે. આ પત્રમાં સચિવે એવી ખાતરી કરવા રાજ્યોને જણાવ્યું છે કે, રોજ આવતા કોરોનાના કેસના પોઝિટિવ સેમ્પલ જેનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવે. તેમણે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી તમામ મદદની ખાતરી પણ આપી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મણિપુરમાં વિદ્યાર્થીઓને ટ્રીપ પર લઈ જઈ રહી બસ પલટી, અકસ્માતમાં 15 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત