Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lok Sabha 2019 - મોદીએ કરી BJP ના 'મૈ ભી ચોકીદાર' અભિયાનની શરૂઆત

Lok Sabha 2019 - મોદીએ કરી BJP ના 'મૈ ભી ચોકીદાર' અભિયાનની શરૂઆત
નવી દિલ્હી , શનિવાર, 16 માર્ચ 2019 (16:18 IST)
. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીપ્રચારને ધાર આપતા મૈ ભી ચોકીદાર અભિયાન શરૂ કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ મોદીએ પોતાના ટ્વિટર હૈડલ પર એક વીડિયો રજુ કરે મૈ ભી ચોકીદાર થી ચૂંટણી આંદોલન શરૂ કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો સાથે પોતાનુ ટ્વીટમાં કહ્યુ  તમારો આ ચોકીદાર રાષ્ટ્રની સેવામાં મજબૂતી સાથે ઉબો છે.  પણ હુ એકલો નથી. તેમણે કહ્યુ કે દરેક કોઈ જે ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજીક લડાઈઓ સામે લડી રહ્યો છે તે એક ચોકીદાર છે. મોદીએ કહ્યુ કે દરેક કોઈ જે ભારતની પ્રગતિ માટે મુશ્કેલ પરિશ્રમ કરી રહ્યો છે તે એક ચોકીદાર છે. તેમણે કહ્યુ, - આજે દરેક ભારતીય કહી રહ્યો છે કે હુ પણ ચોકીદાર. 
 
મોદી અવારનવાર ખુદને એવો ચોકીદાર બતાવતા આવી રહ્યા છે જે ભ્રષ્ટાચારને અનુમતિ નહી આપે અને ન તો ખુદ ભ્રષ્ટાચાર કરશે.  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ લડાકૂ વિમાન સમજૂતીમાં કથિત અનિયમિતતાઓને લઈને મોદી પર વારેઘડીએ નિશાન સાધીને કહેતા રહ્યા છે "ચોકીદાર ચોર હૈ" નરેન્દ્ર મોદી 31 માર્ચના રોજ દેશવાસીઓને સંબોધિત કરશે.  નરેન્દ્ર મોદી એપ પર 'મે ભી ચૌકીદાર'  અભિયાન હેઠળ સંકલ્પ લેવાનુ આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે. તેના એક દિવસ પહેલા જ આરએસએસ સાથે જોડાયેલ ભારતીય મજૂર સંઘ (બીએમએસ)એ રાહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈ. ટિપ્પણી પર આપત્તિ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે દેશભરના ચોકીદાર આ ટિપ્પણીથી ખૂબ જ દુખી છે.  સંઘે સિક્યોરિટી ગાર્ડ સંગઠનોને આહ્વાન આપ્યુક હ્હે કે જો કોંગ્રેસ અને રાહુલ ગાંધી આ નારો લગાવવાનુ બંધ નહી કરે તો બીએમએસ દેશવ્યાપી આંદોલન શરૂ કરશે. 
 
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટે મતદાન 11 એપ્રિલથી શરૂ થશે. સાત ચરણોમાં થનારુ આ મતદાન 19 મે ના રોજ ખતમ થશે. ચૂંટણી પરિણામ 23 મેના રોજ આવશે.  બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અનેકવાર પોતાના ભાષણોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કરત "ચોકીદાર ચોર હૈ" કહ્યુ હતુ.  હવે વિપક્ષના આ હુમલાને ભાજપાએ પોતાના ચૂંટણી પ્રચારમાં સામેલ કરી લેવામાં આવ્યુ છે.  2014ના લોકસભા ચૂંટણીમાં મણિશંકર ઐય્યરના ચાયવાલા ટિપ્પણી ને પણ ભાજપાએ ચૂંટણી અભિયાનનો ભાગ બનાવ્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઇંદિરા ગાંધી : ગૂંગી ઢીંગલીથી ભારતની લોખંડી મહિલા સુધીની સફર