Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ Live - આ વિજય લોકશાહીનો વિજય છે, જનતાનો વિજય છે અને હિંદુસ્તાનનો વિજય છે - નરેન્દ્ર મોદી

ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ Live  - આ વિજય લોકશાહીનો વિજય છે, જનતાનો વિજય છે અને હિંદુસ્તાનનો વિજય છે -  નરેન્દ્ર મોદી
, ગુરુવાર, 23 મે 2019 (22:00 IST)
લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત આજે થવા જઈ રહ્યા છે. કુલ 542 બેઠકો પર યોજાયેલી લોકસભા બેઠકોની આજે સવારે આઠ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આજે દેશની જનતા સામે એ સ્પષ્ટ થઈ જશે કે આગામી પાંચ વર્ષ માટે કોની સરકાર બનશે?

પાર્ટી  આગળ  જીત 
ભાજપા              0                          26
કોંગ્રેસ                0                           0
અન્ય               0                          0

 ગાંધીનગરથી અમિત શાહની 5.54 લાખ મતથી જંગી જીત
-ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં શામેલ થનારા સાવિત્રી બાઈ ફૂલે પણ હાર્યા.
 અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હસમુખભાઈ પટેલની જીત, કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલની કારમી હાર
-કોંગ્રેસના નેતા અને પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારનો પણ પરાજય.
-રાજકોટ બેઠક પરથી ભાજપના મોહન કુંડારિયાની 3 લાખ 65 હજાર મતોથી જીત
-પાટણથી ભાજપના ભરતસિંહ ડાભીની જીત
- બારડોલી બેઠક પરથી ભાજપના પ્રભુ વસાવાની 2 લાખ 15 હજાર મતથી જીત
-કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનો પણ પરાજય.
-પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ ચીફ એચડી દેવગોડાનો ભાજપના ઉમેદવાર સામે 13,339 મતોથી હાર્યા
 
- ચૂંટણીમાં એનડીએને પ્રચંડ બહુમત મળ્યા બાદ વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહી બંન્ને નેતાઓએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. નોંધનીય છે કે અત્યાર સુધી મળેલા વલણ અનુસાર, ભાજપ લગભગ 300 બેઠકો સાથે ફરીથી સત્તામાં પાછી ફરી રહી છે.
 
- કાર્યકર્તાઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નવા ભારત માટે જનાદેશ લેવા આપણે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. આ ચૂંટણીમાં ભારતની પ્રજાનો વિજય થયો છે. એટલા માટે આ વિજય પ્રજાને સમર્પિત છે. આ ચૂંટણીમાં જે વિજય થયા છે તેમને અભિનંદન. દેશના ભવિષ્યમાં આવનારા દિવસોમાં દેશની સેવા કરીશું એટલા માટે તેમને શુભકામનાઓ.વડાપ્રધાને કહ્યું કે, ભાજપના તમામ કાર્યકર્તાઓ કોટી-કોટી ધન્યવાદના અધિકારી છે. આજે જો કોઇ વિજયી બન્યું છે તો તે હિંન્દુસ્તાન વિજયી બન્યું છે. આજે લોકતંત્રનો વિજય થયો છે.. 
- -ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીના માતાજી હીરાબાએ પોતાના ઘરની બહાર આવીને મીડિયાનુ અભિવાદન કર્યુ અને લોકોનો આભાર માન્યો 
- વલસાડના ભાજપના ઉમેદવાર કેસી પટેલની જીત
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રેકોર્ડ બ્રેક 5 લાખ 11 હજાર મતોથી આગળ
- ભાજપે ગુજરાતમાં 14 બેઠકો પર જીત હાંસલ કરી દીધી છે
- ભાજપ કાર્યાલય પહોંચ્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ
- સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડની જીત રાજેન્દ્ર ઠાકોર હાર્યા
- મહેસાણાથી ભાજપનાં શારદાબહેન પટેલ આગળ ચાલી રહ્યાં છે તેમની સામે કોંગ્રેસે એ. જે. પટેલ ઉમેદવાર છે.

- પોરબંદર બેઠક પરથી અપક્ષ લડી રહેલા રેશ્મા પટેલની હાર
- આણંદ બેઠક પરથી કોંગ્રેસના ભરતસિંહ સોલંકીનો ભાજપના મિતેશ પટેલ સામે 1.45 લાખ મતે પરાજય
- અમરેલીમાં કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાર સ્વીકારી
- બનાસકાંઠા બેઠક પરથી ભાજપના મંત્રી પરબત પટેલની કોંગ્રેસના પરથી ભટોળ સામે જીત
- અમદાવાદ પ.માં ભાજપના કિરીટસિંહ સોલંકીની જીત
- ગાંધીનગરમાં અમિત શાહ 4 લાખ 65 હજાર લીડથી આગળ
- વડોદરામાં કોંગ્રેસના પ્રશાંત પટેલની હાર
- ભાવનગરમાં ભાજપના ભારતીબેન શિયાળની જીત
- જામનગરમાં ભાજપના પુનમ માંડમ જીત્યા, તો કોંગ્રેસના મુળું કંડોરિયા હાર્યા
- અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ 105999
- પશ્ચિમમાં કિરિટ સોલંકી 180526 મતથી આગળ
- સુરતમાં ભાજપના દર્શના જરદોશ 3 લાખ 70 હજારની લીડ
- છોટા ઉદેપુરમાં ગીતા રાઠવા 3 લાખ મતોથી આગળ
- વડોદરામાં ભાજપના ઉમેદવાર રજનબેન ભટ્ટ ઓફિશિયલ રીતે જીત્યા

\\\\

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના ગાંધીનગર સીટથી ચૂંટની જીત્યા અમિત શાહ, આ રહ્યા જીતના કારણ