Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપામાં જોડાયા, અરુણ જેટલીએ અપાવી સદસ્યતા

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપામાં જોડાયા, અરુણ જેટલીએ અપાવી સદસ્યતા
, શુક્રવાર, 22 માર્ચ 2019 (12:40 IST)
પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ તેમને બીજેપીની સદસ્યતા અપાવી. આ દરમિયાન અરુણ જેટલીએ પ્રેસ કૉન્ફ્રેંસ કરીને કહ્યુ કે ગૌતમ ગંભીર પીએમ મોદીના વિઝનથી ખૂબ પ્રભાવિત થયા છે. 
 
ટિકિટના સવાલ પર જેટલીએ કહ્યુ કે તેના વિશે નિર્ણય ચૂંટણી સમિતિ કરશે.  આ દરમિયાન કોઈનુ નામ લીધા વગર જેટલીએ નવજ્યોત સિદ્ધિ પર પણ હુમલો બોલ્યો. તેમણે કહ્યુ કે કેટલાક ક્રિકેટર પાકિસ્તાન સમર્થક થઈ ગયા છે પણ ગંભીર એવા નથી. 
 
જો કે તાજેતરમાં ગૌતમ ગંભીરે રાજનીતિમાં ન આવવાની વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે હાલ ચૂંટણી લડવાનો કોઈ ઈરાદો નથી. તેઓ પણ પોતાના વિશે આ પ્રકારની અફવાઓ સાંભળી રહ્યા છે. પણ તેઓ હાલ પોતાના પરિવાર અને પુત્રીઓ સાથે સમય વીતાવવા માંગે છે. 
 
આગામી ચૂંટણીમાં ભાજપા તરફથી પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને નવી દિલ્હી સીટ પરથી રાજનીતિક મેદાનમાં ઉતારવાની ચર્ચા છેડાય રહી છે.  હાલ નવી દિલ્હીથી ભાઅપાની મીનાક્ષી લેખી સાંસદ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપા ઉમેદવારીની પ્રથમ યાદી- રાજસ્થાન, મહારાષ્ટ્ર યૂપી અને બંગાળના ઉમેદવારોની યાદી