Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BJPએ જીત્યા કોંગ્રેસના ગઢ, આ રાજ્યોમાં ન મળી એક પણ સીટ

BJPએ જીત્યા કોંગ્રેસના ગઢ,  આ રાજ્યોમાં ન મળી એક પણ સીટ
, શુક્રવાર, 24 મે 2019 (10:25 IST)
પ્રચંડ મોદી લહેર 17મી લોકસભામાં એકવાર ફરી દેશભરમાં જોવા મળી. પહેલીવાર એવુ થયુ જ્યારે કોઈ બિનકોંગ્રેસી સરકાર બહુમત સાથે સત્તામાં પરત આવી. 2014ના મુકાબલે બીજેપીએ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો. 2014માં 282 સીટો મેળવનારી બીજેપી ત્રણસોનો આંકડો પાર કરી ગઈ.  એનડીએનો આંકડો 355 સુધી પહોંચી ગયો. કોંગ્રેસના 17 રાજ્યોમાં સુપડાં સાફ થઈ ગયા. 10 રાજ્યોમાં તો બીજેપીએ ક્લીન સ્વીપ કર્યુ. આવો જાણીએ ક્યા કોંગ્રેસને મળ્યો ઝીરો. 
webdunia
ગુજરાત - નરેન્દ્ર મોદીનો જાદુ ગુજરાતમાં સ્પષ્ટ જોવા મળ્યો. બીજેપીએ ક્લીન સ્વીપ કર્યુ. અહી 26 સીટો પર બીજેપીએ જીત નોંધાવી. 
webdunia
રાજસ્થાન માં પણ કોંગ્રેસ ખાતુ ન ખોલાવી શકી. અહી બીજેપીને 25 સીટો મળી. 
webdunia
હિમાચલ પ્રદેશમાં બીજેપીએ 4 સીટો જીતી. અહી પણ કોંગ્રેસ જીરો પર આઉટ થઈ ગઈ. 
webdunia
ઉત્તરાખંડની પાંચ સીટો પર બીજેપીનો કબજો. કોંગ્રેસને ન મળી એક પણ સીટ 
 
અરુણાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસને જીરો મળ્યો. અહી બીજેપીએ બે સીટ જીતી 
webdunia
લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો જાદુ આમ તો આખા દેશભરમાં જોવા મળ્યો. પણ દિલ્હીમાં જે તાકત સાથે બીજેપીએ જીત નોંધાવી તેને સૌને હેરાન કરી નાખ્યા. દિલ્હીની બધી સાત સીટો પર બીજેપીના ઉમેદવારોએ જીત નોધાવી. 
 
-ચંડીગઢની લોકસભા સીટ પર બીજેપીએ જીત નોંધાવી 
-હરિયાણાની બધી 10 લોકસભા સીટ પર બીજેપીએ જીત નોંધાવી 
- લેફ્ટના કિલ્લા તોડીને વિધાનસભા ચૂંટણી જીત્યા પછી બીજેપીએ ત્રિપુરાની 2 લોકસભા સીટો પર પણ કબજો કર્યો 
 
- દમન દીવની એકમાત્ર સીટને બીજેપીએ પોતાને નામ કર્યા 
webdunia
- મણિપુરમાં પહેલીવાર કમલ ખીલ્યુ છે . અહી કોંગ્રેસને એક પણ સીટ ન મળી. અહી એનપીએફ અને બીજેપીએ એક-એક સીટ મેળવી 
webdunia
-મિજોરમની એકમાત્ર સીટ જે એક સમયે કોંગ્રેસ પાસે હતી તેને બીજેપીના સહયોગી મિજો નેશનલ ફ્રંટે જીતી લીધી. અહીથી લાલ રોસંગાએ જીત નોંધાવી 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ Live - આ વિજય લોકશાહીનો વિજય છે, જનતાનો વિજય છે અને હિંદુસ્તાનનો વિજય છે - નરેન્દ્ર મોદી