Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શતરંજના શોખીન અમિત શાહે કરી કમાલ જાણો તેમની સફળતાની 5 ખાસ વાતો

શતરંજના શોખીન અમિત શાહે કરી કમાલ જાણો તેમની સફળતાની 5 ખાસ વાતો
, સોમવાર, 27 મે 2019 (12:26 IST)
લોકસભા ચૂંટણીમાં ભાજપાએ છેવટે 300 પ્લસનુ લક્ષ્ય હાસિલ કરી જ લીધુ. પાર્ટીની આ સફળતાનો શ્રેય નરેન્દ્ર મોદીની સાથે જ પાર્ટી અધ્યક્ષ અમિત શાહને પણ આપવામાં આવી રહ્યો છે.  નરેન્દ્ર મોદીને બીજી વખત વડા પ્રધાનપદ સુધી પહોંચાડવાનો શ્રેય પણ અમિત શાહને જ આપવામાં આવે છેઆવો જાણીએ અમિત શાહની સફળતાના 5 કારણો.. 
 
ઘરે છે ચાણક્યનો ફોટો - અમિત શાહને ભાજપાના ચાણક્ય કહેવામાં આવે છે. તે ખુદ પણ ચાણક્યના ખૂબ મોટા ફેન છે.   તેમના ઘરે ચાણક્યનો ફોટો પણ લાગેલો છે. ચાણક્યમાં ઊંડી દિલચસ્પી અને રાજનીતિક કુટનીતિક ક્ષમતાને કારણે જ તેમને ભારતીય રાજનીતિમાં આ મુકામ હાસિલ કર્યો અને 2019ની ચૂંટણીમાં પાર્ટીને ઐતિહાસિક સફળતા મળી. 
 
શતરંજના શોખીન - ભાજપા અધ્યક્ષને શતરંજ રમવાનો શોખ છે. પોતાના આ શોખને કારણે તેઓ આ ચૂંટણીને શતરંજની જેમ જોઈ.  તેમણે બૂથથી લઈને ચૂંટણી મેદાન સુધી પ્રબંધન અને પ્રચારની એવી જાળ બિછાવી કે વિપક્ષના રાજનીતિક ધુરંધર પણ તેમની સામે બેબસ થઈ ગયા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીમાં હારનો સામનો કરવો પડ્યો.  એટલુ જ નહી કોંગેસ એ સીટો પર પણ ચૂંટણી હારી ગઈ જ્યા તેની જીત ચોક્કસ મનાતી હતી. 
તે તત્કાલ નિણય લે છે - અમિત શાહ એક સારા રણનીતિકાર છે. તેઓ સ્થિતિને તરત જ સમજી લે છે અને સયમિત રૂપથી તત્કાલ નિર્ણય લેવામાં હોશિયાર માનવામાં આવે છે. આ તેમની જ કમાલ હતી કે ભાજપાએ અનેકવાર પોતાની રણનીતિ બદલી અને ચૂંટણી પરિણામોએ રાજનીતિક વિશ્લેષકોને પણ હેરાન કરી નાખ્યા.  વિકાસના સ્થાન પર રાષ્ટ્રવાદને ચૂંટણી મુદ્દો બનાવવામાં પણ તેમની મોટી ભૂમિકા હતી.  મોદી સરકારે જે વિકાસ કર્યો તે તેઓ તો બધાએ જોયો અને રાષ્ટ્રવાદના મુદ્દા સાથે પણ તેમને જોડાવ અનુભવ્યો. 
 
જોખમ ઉઠાવવાથી ગભરાતા નથી - શાહની સૌથી મોટી ખૂબી એ છે કે તેઓ જોખમ ઉઠાવાથી બિલકુલ પણ નથી ગભરાતા. આ ચૂંટણીમાં પણ તેમને અનેક જોખમ ભર્યા નિર્ણય લીધા. પાર્ટીએ 75 પ્લસનો ફોર્મૂલા અપનાવ્યો અને લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન સહિત અનેક દિગ્ગજોના ટિકિટ કાપી લીધી. એવુ લાગી રહ્યુ હતુ કે તેનુ નુકશાન ઉઠાવવુ પડી શકે છે પણ આવુ ન થયુ. 
 
લોકો અને અવસરોની તેમને સારે સમજ છે - આ દિગ્ગજ ભાજપાઈમાં લોકો અને અવસરોની સમજ કમાલની છે. તેમણે કૈલાશ વિજયવર્ગીયને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવા ઉપરાંત તેમના પર પુરો વિશ્વાસ બતાવતા પર્યાપ્ત સમય પણ આપ્યો.  તેનુ જ પરિણામ હતુ કે ભાજપાએ અહી મોટી જીત નોંધાવી.  આવુ જ કંઈક રાજસ્થાનમાં પણ જોવા મળ્યુ જ્યા પ્રકાશ જાવડેકરે 3 મહિનામાં જ કોંગ્રેસની અસરને બેઅસર કરી નાખી અને તેમના સૂપડા સાફ કરી નાખ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતના આગ કાંડમાં બે બિલ્ડરોની ધરપકડ, નાયબ ઈજનેર સસ્પેન્ડ કરાયા