મુખ્ય પ્રતિદ્વંદી - દર્શના જરદોશ (ભાજપ) અશોક અધેવાલા (કોંગ્રેસ)
હીરા તથા સાડી ઉદ્યોગ માટે સુરત હબ ... સુરત (બેઠક નંબર 24) બેઠક ઉપર ભાજપે દર્શનાબહેન જરદોશને રિપીટ કર્યાં છે, તેમની સામે કૉંગ્રેસે અશોક અધવેડાને ઉતાર્યા છે. ગત વખતે કૉંગ્રેસે નૈષધ દેસાઈને ઉતાર્યા હતા. કૉંગ્રેસે પાટીદાર નેતા અશોક અધવેડાને ઉતાર્યા છે, જ્યારે દર્શનાબહેન જરદોશ અધર બૅકવર્ડ કાસ્ટનાં નેતા છે.
હીરા અને સાડી ઉદ્યોગના હબમાં કાશીરામ રાણાએ ભાજપનો પાયો નાખ્યો હતો. એક સમયે પૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈ આ બેઠક ઉપરથી ઉમેદવાર રહી ચૂક્યા છે. પાટીદાર અનામત આંદોલન સમયે સુરત ગઢ રહ્યું હતું. વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપનો વિજય થયો હતો.
ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કરંજ, કતારગામ અને સુરત પશ્ચિમ બેઠક આ લોકસભા વિસ્તાર હેઠળ આવે છે.
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે. અમિત શાહ જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે. 2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.