Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણી 2019

સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણી 2019
, શુક્રવાર, 3 મે 2019 (18:16 IST)
મુખ્ય પ્રતિદ્વંદી -  ડૉ. મહેન્દ્ર મુંજપરા (ભાજપ) સોમાભાઈ પટેલ (કોંગ્રેસ) 
 
સુરેન્દ્રનગરનું ખારઘોડા મીઠાના ઉત્પાદન માટે વિખ્યાત કૉંગ્રેસે સુરેન્દ્રનગર (નંબર- 9) બેઠકથી સોમાભાઈ પટેલને રિપીટ કર્યા છે. જ્યારે ભાજપે દેવજીભાઈ ફતેપરાના સ્થાને ડૉ. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી છે. લગભગ 40 કોળી સમુદાયની વસ્તી ધરાવતી આ બેઠક પર બંને પક્ષ પરંપરાગત રીતે કોળી ઉમેદવારને જ મેદાનમાં ઉતારે છે.
 
ધ્રાંગધ્રા બેઠક ઉપર કૉંગ્રેસે દિનેશ પટેલને ટિકિટ આપી છે. કૉંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરિયાના રાજીનામાને કારણે આ બેઠક ખાલી પડી હતી. સાબરિયા આ વખતે ભાજપમાંથી ઉમેદવાર છે.
 
ચોટીલા હેઠળ આવતું થાનગઢ સિરામિક ઉદ્યોગ માટે વિખ્યાત છે.
 
ચોટીલાના ડુંગર ઉપર આવેલું ચામુંડા માતાનું મંદિર પણ જાણીતું છે. વઢવાણનાં મરચાં વખણાય છે.
 
વીરમગામ, ધંધૂકા, દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભા ક્ષેત્ર આ લોકસભા બેઠક હેઠળ આવે છે.
969752 પુરુષ, 878093 મહિલા, 33 અન્ય સહિત આ બેઠક પર કુલ 1847878 મતદાતા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત કરતાં ઓડિશામાં વધુ વાવાઝોડાં કેમ આવે છે?