Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરેલી લોકસભા ચૂંટણી 2019

અમરેલી લોકસભા ચૂંટણી 2019
મુખ્ય પ્રતિદ્વંદી -  પરેશ ધાનાણી  (કોંગ્રેસ)  નારણભાઈ કાછડિયા  (બીજેપી) 
 
પરેશ ધાનાણી ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અમરેલી નંબર- 14 પરથી ભાજપે નારણભાઈ કાછડિયાને રિપીટ કર્યા છે. તેમની સામે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી મેદાનમાં છે. ગત વખતે વીરજીભાઈ ઠુમ્મરને કૉંગ્રેસે ટિકિટ આપી હતી.
 
કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આ વિસ્તારમાં બે જાહેરસભા સંબોધી ચૂક્યા છે. ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગારિયાધાર આ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભાની બેઠકો છે.
 
843668 પુરુષ, 784291 મહિલા અને 21 અન્ય સહિત આ બેઠક ઉપર કુલ 1627980 મતદાતા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના 10 દબંગ પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટમાં સરકારે આપી ખાતરી