Publish Date: Tue, 28 Jan 2025 (15:17 IST)
Updated Date: Tue, 28 Jan 2025 (16:59 IST)
મહાકુંભ 2025 દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમના પવિત્ર જળમાં અત્યાર સુધી 15 કરોડથી વધુ શ્રદ્ધાળુ ડુબકી લગાવી ચુક્યા છે. મહાકુંભનો આજે 16મો દિવસ છે અને શ્રદ્ધાળુઓનુ ટોળુ અત્યાર સુધી જોવા મળી રહ્યુ છે. ફક્ત આજની સવાર 8 વાગ્યા સુધી 45.50 લાખ લોકોએ ગંગા સ્નાન કર્યુ.
મૌની અમાવસ્યા પહેલા શ્રદ્ધાળુઓની ભારે ભીડ
મૌની અમાવસ્યાના દિવસે જે મહાકુંભનુ સૌથી મોટો સ્નાન દિવસ માનવામાં આવે છે, અનુમાન છે કે 8-10 કરોડ શ્રદ્ધાળુ ગંગા સ્નાન કરવા આવશે. આ ભીડને જોતા ઉત્તર પ્રદેશ સરકારે સુરક્ષા વ્યવસ્થાને વધુ સખત કરી દેવામાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થા અને પ્રબંધોની ચુસ્ત નજર
પ્રયાગરાજ અને આસપાસના 10 જીલ્લાના ડીએમ અને એસપીને સુરક્ષા અને વ્યવસ્થાનો પ્રબંધ સાચવવા માટે ગોઠવવામાં આવ્યા છે. ગંગા તટ પર 44 નવા ઘાટ બનાવ્યા છે, અને દરેક ઘાટ પર એસડીએમ, સીઓ, તહસીલદાર અને નાયબ ગોઠવાયેલ છે.
ઘાટની તૈયારી અને વહીવટી તંત્રની તત્પરતા
અરૈલ અને એરાવત ઘાટ પર આઈએએસ અધિકારીઓ, એસડીએમ અને પીસીએસ અધિકારીઓને ગોઠવવામાં આવ્યા છે. મહાકુંભ ક્ષેત્રની સુરક્ષા અને પ્રબંધ પર નજર રાખવા માટે અધિકારીઓની બેઠક ચાલી રહી છે અને હાઈ એલર્ટ રજુ કરવામાં આવ્યુ છે.
સંતો અને શ્રદ્ધાળુઓની આસ્થાથી ભરાયેલુ સંગમ
મૌની અમાવસ્યા પહેલા જ અખાડા સંત, રૈન બસેરા અને શિવિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જમા થઈ ચુકી છે. વહીવટીતંત્રે અખાડા માર્ગને સીલ કરી દીધો છે અને જુદો ઘાટ બનાવ્યો છે. જ્યા ફક્ત અખાડાના સંત, શિષ્ય અને ભક્ત સ્નાન કરવા જઈ શકશે.