Article Kids Stories %e0%aa%ad%e0%aa%be%e0%aa%88%e0%aa%ac%e0%ab%80%e0%aa%9c 107111500016_1.htm

suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાઈબીજ

ભાઈબીજ
W.D
એક બહેન હતી તેના સાત ભાઈ હતા. સૌથી નાનો ભાઈ બહેનને ખૂબ પ્રેમ કરતો હતો. ભાઈબીજના દિવસે જ્યા સુધી બહેનના હાથથી ચાંલ્લો ન લગાવી લે ત્યાં સુધી જમતો નહોતો. એક દિવસ તેની પત્નીએ કહ્યુ કે જો તમારી બહેનનું લગ્ન ક્યાંક દૂર થઈ જશે તો તમે શું કરશો. ? તેણે કહ્યુ કે હું બહેનનું લગ્ન દૂર કરીશ જ નહી.

તેને પોતાના મા-બાપને કહીને બહેનનું લગ્ન નજીકના ગામમાં કરાવી નાખ્યું. નસીબની વાત, તેમના બનેવી બહુ ખરાબ સ્વભાવના નીકળ્યા. તે પોતાના સાસરિયાઓને જોવું પણ પસંદ નહોતો કરતો. તેણે પોતાની પત્નીને ચોખ્ખાં શબ્દોમાં જણાવી દીધુ કે મારા ઘરમાં તારા પિયરવાળા નથી આવી શકતા. મને મારું ઘર બગાડવું નથી.

હવે બિચારીએ રડી-કકળીને સંતોષ કર્યો અને પિયરમાં સંદેશ મોકલી દીધો કે કોઈ અહીં ન આવતા. હવે આવ્યો ભાઈબીજનો તહેવાર. ભાઈનું મન નહી માન્યુ. તે નાહી-ધોઈને ચાંલ્લો લગાવવા બહેનના સાસરે પહોંચી ગયો. તેના બનેવીએ તેને જોઈને પકડી લીધો અને સાત તાળાઓની અંદર બંધ કરી પોતે કામ પર જતો રહ્યો.

બહેનનો નાનો ભાઈ વેશ બદલવાનું જાણતો હતો. તે કૂતરાનું નાનું બચ્ચું ગલૂડિયું ગટરના રસ્તે નાળામાંથી તેની પાસે પહોંચી ગયો. બહેન રડતાં-રડતાં હળદર વાટી રહી હતી. અને વિચારી રહી હતી કે હળદર તો વાટી રહી છુ, પણ ભાઈને ટીકો કેવી રીતે કરી શકીશ. એટલામાં ગલૂડિયું કૂઁ-કૂઁ કરતા તેની પાસે આવી ગયુ.

બહેન દુ:ખી તો હતી જ , તેને ગુસ્સો આવી ગયો. તેણે હળદરવાળા હાથથી ગલૂડિંયાના માથા પર મારી દીધુ. માર ખાતાં જ ગલૂડિયાએ મોંઢામાંથી સોનાનો સિક્કો ઓકીને પાછો પોતાના રસ્તે નાળામાંથી થઈને ગટરના રસ્તે ત્યાં પહોંચી ગયો. સોનાનો સિક્કો જોઈને બહેન વિચારમાં પડી ગઈ.

બનેવી પાછો ફર્યો તો તેણે તાળુ ઉધાડીને જોયુ. તે શુ જોઈ રહ્યો હતો કે ભાઈના માથા પર પાઁચ ચાઁલ્લાં હતા.

તે ભાઈને બહાર ખેંચીને લઈ આવ્યો અને તેને ઓસરીમાં બેસાડી અંદર પોતાની પત્નીની પાસે પહોંચીને તેને પૂછવા લાગ્યો, તે તારા ભાઈને પાઁચ ચાઁલ્લાં કેવી રીતે લગાવ્યા.

તે બોલી, 'મેં તો મારા ભાઈનો ચહેરો જ નથી જોયો. એક ચાંલ્લો નથી લગાડી શકી તો પાઁચ ચાંલ્લા કેવી રીતે લગાવતી ?

હાઁ એક આશ્ચર્યની વાત જરૂર થઈ હતી કે નાળાના રસ્તે એક ગલૂડિયું આવ્યું હતુ. હું હળદર વાટી રહી હતી. ગુસ્સામાં આવીને મેં હળદરનો હાથ મારી દીધો, તો તે સોનાનો સિક્કો ઓકીને પાછો નાળાના રસ્તે પાછો ફરી ગયો.

સોનાનો સિક્કો જોઈને અને બધી વાત જોઈ-સાંભળી બનેવીને પોતાની ભૂલનું ભાન થયુ. તેણે માફી માંગતાં કહ્યુ, ' મને બહું દુ:ખ થાય છે કે ભાઈ-બહેનના સાચા પ્રેમની વચ્ચે દિવાલ બન્યો. સાચો પ્રેમ કદી નથી ટૂટતો.' તે પોતાના સાળાને અંદર લઈ ગયો. જેવા ભાઈ-બહેનના દિવસ ફર્યા તેવા બધાના ફરે.

Share this Story:

Follow Webdunia gujarati