Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Grahan 2026: આ વર્ષે લાગશે કુલ 4 ગ્રહણ, પણ ભારતમાં દેખાશે ફક્ત એક, આ મોટા તહેવાર પર પડશે અસર

grahan 2026 date ane time
, શનિવાર, 24 જાન્યુઆરી 2026 (16:49 IST)
grahan 2026 date ane time
Grahan 2026:  વર્ષ 2026 મા કુલ 4 ગ્રહણ લાગશે. જેમાથી બે ચંદ્ર ગ્રહણ હશે તો બે સૂર્ય ગ્રહણ.   વર્ષનુ પહેલુ ગ્રહણ 17 ફ્રેબુઆરીના રોજ લાગશે.  આ એક સૂર્ય ગ્રહણ હશે જે દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અર્જેંટીના અને અંટાર્કટિકા માં દેખાશે. તો  બીજી બાજુ બીજુ ગ્રહણ 3 માર્ચના રોજ લાગશે. આ ચંદ્ર ગ્રહણ રહેશે જે હોલિકા દહનના દિવસે લાગશે. બીજી બાજુ આ વર્ષનુ ત્રીજુ ગ્રહણ એક સૂર્ય ગ્રહણ હશે જે 12 ઓગસ્ટના રોજ લાગશે. જ્યારે કે ચોથુ ગ્રહણ 28 ઓગસ્ટ 2026 ના રોજ લાગશે. આ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ હશે.  ચાલો જાણીએ આમાથી કયુ ગ્રહણ ભારતમાં દેખાશે.   
 

2026 નુ બીજુ ગ્રહણ ભારતમાં દેખાશે 
 

આ વર્ષનુ બીજુ ગ્રહણ 3 માર્ચ 2026 ના રોજ હોળી દહનના દિવસે લાગશે. આ ચંદ્ર ગ્રહણ હશે જે ભારત સહિત એશિયાના લગભગ બધા ભાગમાં દેખાશે. જો કે આ ગ્રહણ ભારતમાં જોવા મળશે તેથી તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે. 
 

3 માર્ચ 2026 ચંદ્ર ગ્રહણ ટાઈમ  (3 March 2026 Chandra Grahan Time)

 
ચંદ્ર ગ્રહણ શરૂ - સાંજે 06:26 વાગે 
ચંદ્ર ગ્રહણ સમાપ્ત - સાંજે 06.46 વાગે 
ચંદ્રોદય - સાંજે  06:26 
ઉપચ્છાયા થી પહેલો સ્પર્શ -  બપોરે 02:16 વાગે 
પ્રચ્છાયા થી પહેલો સ્પર્શ - બપોરે  03:21 વાગે 
ખગ્રાસ શરૂ સાંજે - 04:35 વાગે
પરમગ્રાસ ચંદ્ર ગ્રહણ સાંજે - 05:04 વાગે 
ખગ્રાસ સમાપ્ત - સાંજે 05:33  વાગે 
પડછાયાથી છેલ્લો સ્પર્શ  સાંજે - 06:46 વાગે 
ઉપચ્છાયાથી અંતિમ સ્પર્શ રાત્રે 07.52 વાગે 
 

ચંદ્ર ગ્રહણ  સૂતક ટાઈમ  (Chandra Grahan Sutak Time 2026)
 

3 માર્ચ, 2026 ના રોજ ચંદ્રગ્રહણ માટેનો સૂતક કાળ સવારે 9:39 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:46 વાગ્યે સમાપ્ત થશે. બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે, સૂતક કાળ બપોરે 3:28 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:46 વાગ્યે સમાપ્ત થશે. સૂતક કાળ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ સમય દરમિયાન મંદિરના દરવાજા પણ બંધ રાખવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

24 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ 5 રાશી પર રહેશે શનિદેવની કૃપા, બધા અવરોધ કરશે દૂર