rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

 numerology number 7
, શુક્રવાર, 14 નવેમ્બર 2025 (10:29 IST)
Numerology Prediction: અંક જ્યોતિષ શાસ્ત્રમાં અંકોના આધાર પર ભવિષ્યવાણી કરવામાં આવે છે. તેમા મૂલાંક અને ભાગ્યાંકથી કોઈપણ વ્યક્તિ ના સ્વભાવ અને ભવિષ્ય જાણકારી મેળવી શકાય છે.  તેમા મૂલાંક અને ભાગ્યાંક થી કોઈપણ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે જાણ કરી શકાય છે.  આજે અમે તમને ત્રણ એવા મૂલાંક  વિશે બતાવીશુ જેની સાથે જોડાયેલા બાળક પોતાની બુદ્ધિમાની અને ક્રિએટિવિટી થી કોઈનુ પણ દિલ જીતી લે છે.  તેમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. તેમના માતા પિતાને તેમના પર ગર્વ અનુભવે છે.  પણ આ મૂલાંકના બાળકો વિશે બતાવતા પહેલા અમે તમને બતાવીશુ મૂલાંક કેવી રીતે કાઢી શકાય.  
 
તમારો મૂલાંક કેવી રીતે શોધશો 
તમારો મૂલાંક નંબર શોધવાની રીત ખૂબ જ સરળ છે. તમારી જન્મ તારીખોના સરવાળાને મૂલાંક નંબર કહેવામાં આવે છે. 1 થી 9 સુધી મૂલાંક નંબરો છે. જો કોઈ વ્યક્તિની જન્મ તારીખ 1 હોય, તો તેનો મૂલાંક નંબર 1 હશે. તેવી જ રીતે, જો તેની જન્મ તારીખ 28 હોય, તો તેનો મૂલાંક નંબર હજુ પણ 1 હશે. 2 અને 8 ઉમેરવાથી 10 મળે છે, અને 1 અને 0 ઉમેરવાથી 1 મળે છે. ચાલો જાણીએ કે કયા ત્રણ મૂલાંક નંબરવાળા બાળકો બુદ્ધિશાળી છે.
 
મૂલાંક 1 
મૂલાંક 1 ના બાળકો ખૂબ જ તેજ દિમાગના અને ક્રિએટિવ હોય છે. જેના પર સૂર્ય દેવની વિશેષ કૃપા રહે છે.  ઉલ્લેખનીય છે કે લોકોની જન્મ તારીખ   1, 10, 19 અને 28 હોય છે તેમનો મૂલાંક 1 હોય છે.  આ મૂલાંકના બાળકોમાં જન્મથી જ લીડરશીપ ક્વોલીટી હોય છે.  આ કારણ છે કે તેઓ મોટા થઈને ઊંચા પદો પર જોવા મળે છે. આ મૂલાંકના બાળકો સારા રાજનેતા, બિઝનેસમેન અને સરકારી ઓફિસર બની શકે છે.  
 
મૂલાંક 3 
મૂલાંક 3 ના બાળકો પણ વાંચવા-લખવામાં ખૂબ બુદ્ધિશાળી હોય છે. પોતાની બુદ્ધિમાનીથી કોઈનુ પણ દિલ જીતી લે છે. તેમણે હંમેશા ટોપ પર રહેવુ પસંદ હોય છે.  ઉલ્લેખનીય છે કે જેમની જન્મ તારીખ  3, 12, 21 અને 30 હોય છે તેમનો મૂલાંક 3 હોય છે. આ મૂલાંકના લોકો પર દેવગુરૂ બૃહસ્પતિની વિશેષ કૃપા રહે છે.  જેને કારણે આ બાળકો લાઈફમા ખૂબ ચમકે છે. પોતાના માતા-પિતાની માન-પ્રતિષ્ઠા વધારે છે.  
 
 
મૂલાંક 5 
મૂલાંક 5 ના બાળકો પર બુદ્ધિના દેવતા બુધ ગ્રહની વિશેષ કૃપા રહે છે. જેને કારણે તેઓ લાઈફમાં ખૂબ સફળ થાય છે.  તેમની વાણીમાં ગજબનુ આકર્ષણ રહે છે.  જેને કારણે તેઓ પોતાની કામ સહેલાઈથી કઢાવી લે છે. આ બિઝનેસમાં ખૂબ સારુ કરી શકે છે.  આ મૂલાંકવાળા બાળકો રિસ્ક લેતા ક્યારેય ગભરાતા નથી.  ઉલ્લેખનીય છે કે જે બાળકોની જન્મ તારીખ  5, 14 અને 23 હોય છે તેમનો મૂલાંક 5  હોય છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

14 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોનું ભાગ્ય જાગી ઉઠશે, અચાનક મળશે ખુશીના સમાચાર