Jyotish Upay: વર્ષ 2025 શરૂઆત જલ્દી જ થવા જઈ રહી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નવા વર્ષમાં તેને પ્રગતિ મળે. તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે. જો તમે પણ આવું જ ઈચ્છો છો, તો નવું વર્ષ શરૂ થાય તે પહેલા તમારે તમારી રાશિ પ્રમાણે કેટલાક જ્યોતિષીય ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયો ખૂબ જ સરળ છે અને તેને અનુસરીને તમે વર્ષ 2025માં આર્થિક પ્રગતિ મેળવી શકો છો. તમે કર્જથી પણ મુક્તિ મેળવી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
મેષ(Aries)
મેષ રાશિના જાતકોએ વર્ષ 2025ની શરૂઆત પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. લાલ રંગના કપડાં પહેરવા જોઈએ અને તાંબાના વાસણમાં પાણી પણ પીવું જોઈએ. જો તમે નવા વર્ષ પહેલા આ કામો કરશો તો આવતા વર્ષમાં તમને ધન અને સુખ પ્રાપ્ત થશે.
વૃષભ (Taurus)
શુક્રની માલિકી વાળા વૃષભ રાશિના લોકોએ 2025ની શરૂઆત પહેલા સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેમ કે દહીં, દૂધ વગેરે. આ સાથે તમારી ક્ષમતા મુજબ ગરીબ લોકોની મદદ કરો. તમારા દ્વારા કરવામાં આવેલી આ કાર્યો નવા વર્ષમાં તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે.
મિથુન (Gemini)
આ રાશિના લોકોએ નવા વર્ષની શરૂઆત પહેલા લીલા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ અને સાથે જ બાળકોને સ્ટેશનરીની વસ્તુઓ પણ ગિફ્ટ કરવી જોઈએ. તેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે.
કર્ક (Cancer)
નવા વર્ષની શરૂઆત પહેલા તમારે કોઈ શિવ મંદિરમાં જઈને પૂજા કરવી જોઈએ. આ સાથે તમે જરૂરિયાતમંદ લોકોને દૂધ અને ચોખાનું દાન પણ કરી શકો છો. આ ઉપાય નવા વર્ષમાં તમને આર્થિક લાભ લાવશે.
સિંહ (Leo)
આ રાશિના લોકોએ નવા વર્ષ પહેલા ગોળ, ઘઉં અને શક્ય હોય તો થોડી માત્રામાં સોનું દાન કરવું જોઈએ. આ ઉપાયો તમને નવા વર્ષમાં નાણાકીય સ્થિરતા આપશે. તમારી આવકમાં વધારો થશે.
કન્યા(Virgo)
બુધની માલિકીની કન્યા રાશિવાળા લોકોએ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં લીલા કપડા અને મગની દાળનું દાન કરવું જોઈએ. આમ કરવાથી નવા વર્ષની શરૂઆત સારી રીતે થશે અને ધનલાભ થવાની સંભાવના રહેશે.
તુલા (Libra)
આ રાશીનાં જાતકોએ સફેદ રંગનાં કપડા પહેરવા જોઈએ અને અત્તર, ગુલાબી રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ રાશિના જાતકોએ સફેદ રંગનાં વસ્ત્રો પહેરવા જોઈએ અને અત્તર ગુલાબી રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેનાથી તમારો શુક્ર મજબૂત થશે અને નવા વર્ષમાં તમેં આર્થિક ઉન્નતિ તરફ અગ્રેસર રહેશો.
વૃશ્ચિક (Scorpio)
વૃશ્ચિક રાશિના લોકોએ લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અને મસૂરની દાળનું દાન કરવું જોઈએ. તેમજ મંગળ મંત્ર “ઓમ અંગારકાય નમઃ” નો જાપ નવા વર્ષ પહેલા 108 વાર કરવો જોઈએ. આ કામથી તમને આર્થિક લાભ થઈ શકે છે.
ધનુ (Sagittarius)
બૃહસ્પતિની રાશિવાળા લોકોએ નવા વર્ષ પહેલા કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ. તેની સાથે તમે પીળી વસ્તુઓ જેમ કે ચણાની દાળ, હળદર વગેરેનું દાન કરી શકો છો. આવું કરવાથી નવા વર્ષમાં તમને આર્થિક રીતે મજબૂતી મળશે.
મકર (Capricorn)
નવા વર્ષની શરૂઆત પહેલા મકર રાશિના લોકોએ લોખંડની વસ્તુઓ અને કાળા તલનું દાન કરવું જોઈએ. આ સરળ ઉપાયો તમને નવા વર્ષમાં આર્થિક પરેશાનીઓથી બચાવશે.
કુંભ (Aquarius)
તમારું નવું વર્ષ શરૂ થતાં પહેલાં તમારે શનિદેવની પૂજા અવશ્ય કરવી જોઈએ. જો શક્ય હોય તો કાળા કપડા અને અડદની દાળનું દાન કરો. આ ઉપાય કરવાથી તમને તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે અને તમને 2025માં આર્થિક લાભ મળશે.
મીન (Pisces)
2025ની શરૂઆત પહેલા મીન રાશિના લોકોએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ, જો તમે વિષ્ણુ મંદિરમાં જઈને પૂજા કરો તો સારું રહેશે. આ સિવાય તમે નવા વર્ષમાં પીળી વસ્તુઓનું દાન કરીને આર્થિક લાભ પણ મેળવી શકો છો.