જુલાઈના રોજ લાગવાનુ છે. મંગલવારના દિવસે ચંદ્રગ્રહણ પર અનેક રાશિઓ પર પ્રભાવ પડશે. આ દરમિયાન લોકો કેટલાક સરળ ઉપાયો કરીને લાભ મેળવી શકે છે. મુખ્ય વાત એ છે કે સતત બીજા વર્ષે ગુરૂ
પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ લાગી રહ્યુ છે. ગયા વર્ષે 27 જુલાઈના રોજ 3 કલાક 51 મિનિટનુ ગ્રહણ લાગ્યુ હતુ આ વખતે 2 કલાક 59 મિનિટનું ગ્રહણ છે.
ચદ્રગ્રહણનો સમય - રાત્રે 1 વાગીને 31 મિનિટથી સવારે 4 વાગીને 30 મિનિટ સુધી
ચંદ્રગ્રહણના દિવસે રાશિ મુજબ કરો આ વસ્તુનુ દાન
મેષ રાશિ - આ રાશિના જાતકોએ ગ્રહણ પછી ગોળ અને દાળનુ દાન કરવુ જોઈએ
વૃષભ રાશિ - આ રાશિના લોકો મંદિરમાં દહી, ખાંડનુ દાન કરી શકે છે. તેનાથી ઘરમાં સુખ શાંતિ આવશે.
મિથુન રાશિ - મિથુન રાશિના જાતક ગાયને પાલક ખવડાવે
કર્ક રાશિ - આ રાશિના લોકો શિવલિંગ પર દૂધ ચઢાવી શકે છે. તેમના પર ભંગવાન શંકરની કૃપા વરસશે
સિંહ રાશિ - આ રાશિના લોકો તાંબાની વસ્તુ કે કેસરિયા વસ્ત્ર મંદિરમાં ચઢાવો
કન્યા રાશિ - આ રાશિના જાતક કોઈ કન્યા કે કિન્નરને લીલા રંગની બંગડીઓનુ દાન કરવુ જોઈએ.
તુલા રાશિ - આ રાશિના જાતક અગરબત્તિનુ મંદિરમાં દાન કરી શકે છે. ભગવાનની કૃપા ઘર અને પરિવાર પર કાયમ રહેશે. image 10
વૃશ્ચિક રાશિ - આ રાશિના લોકોએ હનુમાનજીના મંદિરમાં ઘી નુ દાન કરવુ જોઈએ
ધનુ રાશિ - આ રાશિના જાતકોએ ચણાની દાન મંદિરમા પંડિતજીને દાનમાં આપે. અન્ન દેવતાની કૃપા કાયમ રહેશે.
મકર રાશિ - આ રાશિના જાતકોએ કાળા તલનુ દાન કરવુ
કુંભ રાશિ - આ રાશિના જાતકોએ જળમાં કોલસો ચઢાવવો. તેનાથી દુશ્મનોથી બચાવ થશે.
મીન રાશિ - આ રાશિના જાતકોએ ગરીબ બાળકોને ફળનુ દાન કરવુ.