Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video - ચંદ્ર ગ્રહણ પછી કરો આ 10 કામ, દરેક ઈચ્છા થશે પુરી

Video - ચંદ્ર ગ્રહણ પછી કરો આ 10 કામ, દરેક ઈચ્છા થશે પુરી
, શનિવાર, 28 જુલાઈ 2018 (11:05 IST)
આ સદીનુ સૌથી લાંબુ ચંદ્રગ્રહણ થવાને કારણે 27 જુલાઈને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે.  આ ચંદ્રગ્રહણને લઈને અનેક મહત્વપૂર્ણ વાતો સામે આવી ચુકી છે.  એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ ચંદ્રગ્રહણથી અનેક લોકોનુ જીવન પ્રભાવિત થઈ શકે છે. જ્યોતિષ મુજબ ચંદ્રગ્રહણનો પ્રભાવ 108 દિવસ સુધી રહે છે એવુ માનવામાં આવે છે.  આવામાં નકારાત્મકતાને દૂર કરવા માટે ગ્રહણના સમાપ્ત થયા પછી કેટલાક ખાસ ઉપાય કરવાની જરૂર હોય છે. જ્યોતિષનુ માનીએ તો ગ્રહણ સમાપ્ત થયા પછી આ 10 કામ જરૂર કરવા જોઈએ. 

 
1. સૌ પહેલા ગ્રહણ પછી ઘરની સારી રીતે સાફ સફાઈ કરવી જોઈએ.  તેથી ઘરની નેગેટિવિટી સમાપ્ત થઈ જાય અને ગ્રહણનો દુષ્પ્રભાવ ઘર પર નથી હોઈ શકતો. 
 
2. ગ્રહણ દરમિયાન પહેરેલા કપડાને બીજીવાર ન પહેરવા જોઈએ.  તેથી ગ્રહણના દિવસે પહેરેલા કપડાનુ દાન કરી દેવુ જોઈએ. ગ્રહણ પછી સ્નાન કરીને શુદ્ધ કપડા પહેરવા જોઈએ. 
 
3. ગ્રહણ પછી સ્નાન અને પૂજા કર્યા વગર કશુ ન ખાવુ પીવુ જોઈએ. તેથી ગ્રહણ જેવુ સમાપ્ત થઈ જાય કે સ્નાન કરી લેવુ જોઈએ અને ત્યારબાદ ભગવાનની પૂજા કરવી જોઈએ. 
 
4. સ્નાન પછી મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ અને દેવી દેવતાઓની પ્રતિમાને ગંગાજળથી સ્નાન કરાવીને શુદ્ધ કરવા જોઈએ. 
 
5. ચંદ્રગ્રહણ પછી પિતરોને યાદ કરવા જોઈએ અને તેમના નામનુ દાન કરવુ જોઈએ. આવુ કરવાથી ગ્રહણનો દુષ્પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. 
 
6. એવુ કહેવાય છે કે ગ્રહણ પછી ભગવાન શંકરની પૂજા વિશેષ ફળદાયી હોય છે. તેથી ગ્રહણ પછી ભોલેનાથની પૂજા કરવી જોઈએ. 
 
7. ગ્રહણમાં ઘરમાં તુલસીનો છોડ પ્રભાવિત થઈ શકે છે. તેથી પૂજા કરતી વખતે ગંગાજળ તુલસીના છોડ પર પણ છાંટવુ જોઈએ અને છોડમાં જળ અર્પણ કરવુ જોઈએ. 
 
8. ઘરમાં અગરબત્તી કે ધૂપ કે ગૂગળ પ્રગટાવો તેનાથી ઘરમાં સકાત્મક વાતાવરણ ઉભુ થશે. 
 
9. ગ્રહણ પછી દાનનું વિશેષ મહત્વ હોય છે. ગ્રહણ સમાપ્ત થયા પછી 3 સૂકા નારિયળનુ દાન કરવુ જોઈએ. 
 
10. ગ્રહણના બીજા દિવસે અનાજ કે ભોજનનુ દાન કરવાથી પણ ગ્રહણની નેગેટિવિટી સમાપ્ત થઈ જાય છે અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. 
 
તો મિત્રો આ હતા ગ્રહણની નેગેટિવિટીને સમાપ્ત કરવાના કેટલાક ઉપાયો. જો આપને અમારો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને હા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 28/07/2018