Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

Jyotish : હાથોની રેખા વડે જાણો લગ્નજીવન અને એકસ્ટ્રા મેરિટલ અફેર વિશે

જ્યોતિષ
હાથોની રેખાઓમાં જીવનનો દરેક રાઝ છૂપાએલો છે પરંતુ આ રાઝને એ જ જાણી શકે જે હાથની રેખા વાંચી શકતો હોય. રેખા વાંચનારાઓથી તમે કોઇ રાઝ છૂપાવી શકતાં નથી. તે રેખા જોઇને સમજી જાય છે કે આ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી છે કે નહીં. તેનું વૈવાહિક જીવન સારુ રહેશે કે નહીં અને તેને કોઇ એક્સટ્રા મેરિટલ અફેર છે કે નહીં.

હવે તમને થશે કે અફેર વિશે હાથની રેખા પરથી કઇ રીતે જાણી શકાય. તો હથેળીની સૌથી નાની આંગળીનાં શરુ થનારી સ્થાનને બુધનો પર્વત કહે છે. બુધનાં પર્વત પર પસાર થતી આડી રેખાઓને વિવાહ રેખા કહે છે. આ રેખાથી વ્યક્તિનાં વૈવાહિક જીવન કે તેના અફેર વિશે જાણકારી મળી શકે છે. બુધ પર્વતની તરફ આવતી રેખા જેટલી વધારે હશે તેટલી અફેર થવાની સંભાવના વધારે. હથેળીનાં છોડથી સ્પષ્ટ અને સીધી રેખા બુધ પર્વત પર આવતી હશે અને તેનાં પર અન્ય રેખા હોય તો વ્યક્તિનો વિવાહ બાદ પણ અફેર થઇ શકે છે.
webdunia

વિવાહ રેખા જો બુધ પર્વત પર આવીને નીચે જતી જોવા મળે તે વૈવાહિક જીવન બરાબર નહીં હોય અને લગ્નજીવનમાં સુખ નહીં હોય. આવી સ્થિતિમાં તલાક અને કોઇ કારણ પતિ અને પત્નીમાં મેળ-મિલાપ નહીં હોય.
webdunia

હ્રદય રેખા જો તૂટી હોવાનું માલુમ પડે તો પ્રેમ સંબંધમાં અસફળતા મળે છે. આવા વ્યક્તિને લગ્નજીવનમાં અસફળતા મળે છે. અંગુઠાની નીચે શુક્ર પર્વત છે આ પર્વત ઉઠેલો માલુમ હોય તો અને તેનાં પર ઘણી બધી રેખાઓ હોય તો તે વ્યક્તિ કામુક હોવાનું મનાય છે અને તેને અનેક પ્રેમ સંબંધ હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શરીરના આ અંગ જણાવે છે કે તમે ધનવાન અને મહાન બનશો.