Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુખરાજ રત્ન - પુખરાજ પહેરાવાથી શુ લાભ થાય છે ?

પુખરાજ રત્ન - પુખરાજ પહેરાવાથી શુ લાભ થાય છે ?
, ગુરુવાર, 16 ઑક્ટોબર 2014 (16:56 IST)
માનવીના જીવનમાં કાયમ થતી જ હોય છે. તેથી બાબતે સૌને ઉત્સુકતા હોય છે. આ ગ્રહોમાંથી એક નંગ છે પુખરાજ. આ નંગ પહેરવાથી થતો સ્પષ્ટ દેખાય છે. સુખ અને સંપત્તિ પ્રદાન કરનારો રત્ન છે. પુખરાજ ધારણ કરવાથી સુખ સંપત્તિ, સૌભાગ્ય વગેરેમાં ક્યારેય કમી આવતી નથી. 

શુ ફાયદો ? 

લગ્ન તેમજ સંતાનનું સુખ મેળવવા માંગતી વ્યક્તિઓએ પુખરાજ ધારણ કરવો જોઈએ. જેમને ડાયાબીટિશ કે શ્વાસનો રોગ હોય તેમના દ્વારા પુખરાજ પહેરવાથી ફાયદો થાય છે. જે વ્યક્તિનો ગુરૂ કમજોર હોય તેમણે પુખરાજ પહેરવો જોઈએ. પુખરાજ ધારણ કરનારે એક વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે પુખરાજ સંપૂર્ણ રીતે શુદ્ધ હોવો જોઈએ. 

પુખરાજ કેવી રીતે ઓળખશો ? 

પુખરાજ નંગ પાણી જેવો પારદર્શી, ચમકીલો હોય છે. તેની ચમક ક્યારેય ઝાંખી પડતી નથી. જો પુખરાજ નંગની ચમક ફીકી પડી રહી હોય તો તે અસલી પુખરાજ નથી એવુ સમજી લેવુ. પુખરાજનો નંગ હળદર જેવો પીળો, કેસરી, લીલો, સફેદ, સોનેરી એમ પાંચ રંગમાં હોય છે. 

ક્યારે પહેરવો ? 

પુખરાજ એ લોકોએ ધારણ કરવો જોઈએ જેમને ગુરુની મહાદશા ચાલી રહી હોય. તેની માટે ગુરુવાર શ્રેષ્ઠ દિવસ છે. ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારના દિવસે સવારે 10થી 12 વાગ્યાની વચ્ચે તેને સોનાની વીંટીમાં તર્જની આંગળી એટલે કે ઈન્ડેક્સ ફિંગરમાં પહેરવો જોઈએ.

સાવધાની ? 

ધ્યાન રાખવું કે કોઈપણ રત્ન ધારણ કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષનો પરામર્શ ચોક્કસ લો. ક્યારેક રત્નનો પ્રભાવ ખૂબ જ ઝડપથી થઈ જાય છે. કેટલીક પરિસ્થિતિઓમાં રત્ન વિપરિત પ્રભાવ પણ આપે છે. આથી જ્યોતિષની સલાહ વગર તેને ધારણ ન કરવા. તે સિવાય રત્ન ધારણ કરતા પહેલા કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જ્યોતિષ - જાણો તમારી સમસ્યા અને તેનો ઉકેલ