Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેલ્વે ભરતી 2021- 10મા પાસ માટે વગર પરીક્ષા 3322 ભરતીઓ 10મા માર્કસથી થશે ચયન

રેલ્વે ભરતી 2021- 10મા પાસ માટે વગર પરીક્ષા 3322 ભરતીઓ 10મા માર્કસથી થશે ચયન
, સોમવાર, 7 જૂન 2021 (12:30 IST)
Railway Recruitment 2021 : દક્ષિણ રેલ્વી ટ્રેડ અપ્રેંટાઈસની કુળ 3322 વેકેંસી નિકળી છે. આ ખાલી પદો ફીટર, વેલ્ડર, પેંટર સાથે જુદા-જુદા ટ્રેડસ માટે કરાશે. ઑનલાઈન આવેદનની અંતિમ તારીખ 30 જૂન 2021 છે. અપ્રેંટાઈસમી આ ભરતી માટ કોઈ પરીક્ષા અને ઈંટરવ્યૂહ નથી થશે. આ ભરતી 10મા ધોરણ અને આઈટીઆઈ કોર્સમાં મેળવેલ માર્ક્સના આધારે થશે. બન્નેના માર્ક્સને  સમાન વેટેજ અપાશે. આ માર્ક્સના આધારે ઉમેદવારોની પસંદગી થશે. ઈચ્છુક ઉમેદવાર   www.sr.indianrailways.gov.in પર જઈને ઑનલાઈન આવેદન કરવું. ધ્યાન રાખો કે આ ભરતી માટે ડિપ્લોમા અને ડિગ્રી મેળવેલ ઉમેદવાર આવેદન નહી કરી શકશે. 
 
ફિટર, પેઇન્ટર, વેલ્ડર, મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન (રેડિયોલોજી, પેથોલોજી, કાર્ડિયોલોજી) કેટેગરીમાં માત્ર 10 થી 12 પાસ પાસ પણ એપ્રેન્ટિસશીપ માટે અરજી કરી શકે છે.
 
યોગ્યતા:
ફ્રેશર્સ માટે
 
ફીટર, પેઇન્ટર, વેલ્ડર - ઓછામાં ઓછા 50% માર્કસ સાથે 10 મા વર્ગ પાસ.
 
મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન (રેડિયોલોજી, પેથોલોજી, કાર્ડિયોલોજી) - ઓછામાં ઓછા 50% ગુણ સાથે 12 મા પાસ. 12 માં ભૌતિકશાસ્ત્ર, કેમિસ્ટ, બાયોલોજી વિષય હોવું જરૂરી છે.
 
Ex-ITI ઉમેદવારો માટે( બધા પદો માટે) 
માન્યતા મેળવેલ સંસ્થાન કે બોર્ડથી ઓછામાં ઓછા 50 ટકા અંકોની સાથે 10માની પરીક્ષા પાસ અને સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ સર્ટીફીકેટ (NCVT થી માન્યતા મેળવેલ) હોવો જોઈએ. 
 
વય મર્યાદા 
- ન્યૂનતમ વયમર્યાદા 15 વર્ષ છે. ફ્રેશર્સ માટે મહત્તમ વયમર્યાદા 22 વર્ષ અને  Ex-ITI કેટેગરી માટે 24 વર્ષ છે.
 
- ઉચ્ચ વયમર્યાદામાં ઓબીસી કેટેગરી માટે ત્રણ વર્ષ, એસસી/એસટી વર્ગના ઉમેદવારો માટે પાંચ વર્ષ અને શારીરિક વિકલાંગ માટે દસ વર્ષ રાહત રહેશે.
 
Ex-ITI કેટેગરી- 10માના માર્ક્સને 100 નંબર અને ITI ના માર્ક્સને 100 નંબરમાં કંવર્ટ કરાશે. કુળ 200માંથી નંબર આવશે.
મેડિકલ લેબોટ્રી ટેક્નીશિયન -12મા (ફિજિક્સ, કેમેસ્ટ્રી અને બૉયૉલૉજી)માં મેળવેલ અંકમાં કંવર્ટ કરાશે. 
ત્રણ કેટેગરીના અંક 200 અંકોમાં કંવર્ટ કર્યા પછી વધારે માર્ક્સ વાળાને મેરિટમાં ઉપર રખાશે. આ મેરિટ પસંદગી આધાર બનશે. 
 
આવેદન ફી- સામાન્ય વર્ગના ઉમેદવારોને 100 રૂપિયા આવેદન શુલ્ક આપવો પડશે. જ્યારે એસસી, એસટી અને મહિલા ઉમેદવારોને કોઈ ફી નથી આપવી છે. 
કેટલાક ટ્રેડ માટે ટ્રેનિંગનો સમય એક વર્ષ નક્કી કરાયુ છે તો કેટલાક માટે બે વર્ષની છે. 
ટ્રેનિંગ પૂરી થયા પચી કોઈ પણ ટ્રેનીને કોઈ પણ રોજગારના પ્રસ્તાવ માટે નિયોક્તા બાધ્ય નહી હશે અને ન ટ્રેની નિયોક્તા દ્વારા પ્રસ્તાવિત કોઈ પણ રોજગારને સ્વીકાર કરવા માટે બાધ્ય થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona India Update - એક લાખ પર પહોચ્યો નવા કેસનો આંકડો, એક્ટિવ કેસ પણ 14 લાખ બચ્યા