Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટ્રાફિકની ઓનલાઇન પરીક્ષામાં એટલા પરીક્ષાર્થીઓ આવી કે સર્વર થઇ ગયું ક્રેશ

ટ્રાફિકની ઓનલાઇન પરીક્ષામાં એટલા પરીક્ષાર્થીઓ આવી કે સર્વર થઇ ગયું ક્રેશ
, સોમવાર, 27 જુલાઈ 2020 (13:42 IST)
ટ્રાફિક પોલીસની ઓનલાઇન પરીક્ષામાં ભાગ લેનારાઓની પરીક્ષા એટલી વધી ગઇ હતી કે સર્વર ક્રેશ થઇ ગયું હતું. તેના કારણે પરીક્ષા સાડા ત્રણ કલાક શરૂ થઇ હતી. પહેલાં પરીક્ષા બપોરે 12:30 વાગે શરૂ થવાની હતી, પરંતુ આ ટેક્નિકલ સમસ્યાના કારણે બપોરે 3:30 વાગે શરૂ થઇ હતી. આ દરમિયાન પરીક્ષા અપનાર લોકો હેરાન થયા હતા. પછી બે નવા સર્વર મંગાવવા આવ્યા અને પરીક્ષા શરૂ કરવામાં આવી.
 
મોડું થવાના કારણે 24620 લોકો જ પરીક્ષામાં ભાગ લઇ શક્યા. એક હજારથી વધુ લોકોને પરીક્ષા છોડવી પડી. સુરત ટ્રાફિક પોલીસે આવેલી ફોલો મુહિમ હેઠળ ટ્રાફિક નિયમોની જાગૃતતાને લઇને ઓનલાઇન પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ પરીક્ષામાં લોકોએ પોતાના મોબાઇલના માધ્યમથી પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પરીક્ષામાં આવેલી ટેક્નિકલ ખામીથી લોકોને જે પરેશાની થઇ તેના માટે શહેર પોલીસે માફી માંગી છે. 
 
અધિકારીઓએ ટેક્નિકલ ટીમની મદદથી તાત્કાલિક બે સર્વર મંગાવ્યા. બંને સર્વરમાં 5-5 હજાર સ્લોટ કર્યા બાદ ઓનલાઇન પરીક્ષા 3:30 વાગ્યા શરૂ કરવામાં આવી જે રાત્રે 8 વાગ્યા સુધી ચાલી. કુલ 25563 લોકોમાં 24620 લોકોએ ઓનલાઇન પરીક્ષા આપી હતી. 890 લોકોએ પરીક્ષા આપી નહી. 
 
પરીક્ષામાં સ્ટૂડેન્ટ સામાજિક સંસ્થા, ટીઆરબી, પોલીસ અધિકારી, પોલીસકર્મી, હોમગાર્ડ, એનસીસી સ્ટૂડન્ટ સહિત સામાન્ય લોકોએ ભાગ લીધો હતો. 60 માર્ક્સની ઓનલાઇન પરીક્ષામાં ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુબેને સૌથી વધુ 59 માર્ક્સ મળ્યા, તો બીજી તરફ એસીપી દવેને 58 તથા એસીપી શેખને 56 માર્ક્સ મળ્યા હતા. સોમવારે રિજલ્ટ કેટેગરી મુજબ નક્કી કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બેકાબુ વાયરસઃ ગુજરાતમાં કોરોનાના છેલ્લાં 10 હજાર કેસ 11 દિવસમાં નોંધાયા