Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Janmashtami 2025: શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર બની રહ્યો છે અમૃતસિદ્ધિ અને સર્વાર્થસિદ્ધિનો શુભ યોગ

Janmashtami 2025
, ગુરુવાર, 14 ઑગસ્ટ 2025 (17:53 IST)
Janmashtami 2025: શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 2025 નો પાવન પર્વ આ વર્ષે 16 ઓગસ્ટના રોજ આખા દેશમાં ખૂબ હર્ષ અને ઉત્સાહ સાથે ઉજવાશે.   પંચાંગ અનુસાર, આ વખતે જન્માષ્ટમી પર એક દુર્લભ અને અત્યંત શુભ સંયોગ બની રહ્યો છે. રોહિણી નક્ષત્ર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર આવી રહ્યું છે, જેને જ્યોતિષમાં અત્યંત શુભ અને લાભદાયી માનવામાં આવે છે. આ ખાસ સંયોગ શુભ પરિણામો અને ભક્તો માટે આધ્યાત્મિક પ્રગતિની તક લાવશે.
 
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 2025 પર બની રહ્યો છે અદ્દભૂત યોગ  
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર આ વર્ષે પણ અનેક અદ્દભૂત યોગ બની રહ્યા છે. પંચાગ મુજબ અષ્ટમી તિથિની શરૂઆત શુક્રવારે રાત્રે 11.48 વાગે થશે. પણ ઉદયા તિથિ મુજબ જન્માષ્ટમીનો તહેવાર 16 ઓગસ્ટના રોજ ઉજવાશે. જ્યોતિષ  નિયમ કહે છે જો અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રનો સંયોગ ન થાય તો ઉદયા તિથિને માન્યતા આપીને જ જન્મોત્સવ ઉજવવામા આવે છે. આ વખતે રોહિણી નક્ષત્રની શરૂઆત 17 ઓગસ્ટની સવારે 4:38 વાગ્યાથી થશે.  આવામાં 16 ઓગસ્ટના રોજ અષ્ટમી તિથિની સાથે ભક્તગણ શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મોટી શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાશે.  
 
જન્માષ્ટમીની તૈયારીઓથી મંદિરોમાં ઉમંગનો માહોલ  
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર દેશભરના બધા મુખ્ય મંદિરોમાં તૈયારીઓ જોરો પર છે. જન્માષ્ટમીની રાત્રે મંદિરોમાં વિશેષ પૂજા-પાઠ, ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન થશે. લડ્ડુ ગોપાલને સુંદર હિંચકામાં વિરાજમાન કરી ઝુલાવવામાં આવશે. બીજા ઘરોમાં પણ ભક્તજન ગોપાલની પૂજા-અર્ચના કરશે. મઘ્યરાત્રિમાં ભગવાન શ્રીકૃષ્ણન જન્મનો ઉલ્લાસપૂર્વક ઉત્સવ ઉજવવામાં આવશે.  જેમ આ ભગવાનનો ભોગ લગાવવામાં આવશે અને પીળા વસ્ત્ર અર્પિત કરવામાં આવશે. આ પાવન અવસર પર શ્રીમદ્દભાગવત કથા, અભિષેક અને કીર્તનની સાથે ભક્તોની વચ્ચે મહાપ્રસાદનુ વિતરણ પણ કરવામાં આવશે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Independence Day 2025 Wishes - 15મી ઓગસ્ટ અને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા