Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

WhatsApp પર મોકલો છો આવા Video તો આજે જ કરો બંધ, નહી તો એકાઉંટ થશે Block

WhatsApp  પર મોકલો છો આવા Video તો આજે જ કરો બંધ, નહી તો એકાઉંટ  થશે Block
, શુક્રવાર, 28 ડિસેમ્બર 2018 (11:49 IST)
વ્હાટસએપે શુક્રવારે કહ્યુ કે તેને મેસેજિંગ એપ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફીની કોઈ સ્થાન નથી અને તે આવી સામગ્રીઓના પસાર વિરુદ્ધ સખત પગલા ઉઠાવતુ રહ્યુ છે. તેમા ઉપયોગકર્તાની ફરિયાદના આધાર પર ખાતુ બંધ કરવુ પણ સામેલ છે. 
 
વ્હાટ્સએપે ચાઈલ્ડ પોર્નોગ્રાફીને ગંદુ કરાર આપતા કહ્યુ કે તે એજંસીઓને અનુરોધ પર આ પ્રકારના અપરાધોની તપાસ કરશે. વ્હાટ્સએપના પ્રવક્તાએ કહ્યુ અમે એ સંદેશોને નથી જોઈ શકતા જે લોકો એકબીજાને મોકલે છે. અમે યુઝર્સની ફરિયાદના આધાર પર ખાતા બંધ કરવા સહિત અન્ય પગલા ઉઠાવી શકીએ છીએ. તેમણે કહ્યુ કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી માટે અમારા મંચ પર કોઈ સ્થાન નથી. 
 
કંપની તરફથી આ ટિપ્પણી ઉચ્ચતમ ન્યાયાલયની પ્રતિક્રિયા પછી આવી છે. કોર્ટે ગુરૂવારે કહ્યુ કે કેન્દ્ર સરકાર અને ગૂગલ માઈક્રોસોફ્ટ નએ ફેસબુક સહિત દિગ્ગજ ઈંટરનેટ કંપનીઓ બળાત્કાર, ચાઈલ્ડ પોર્નોગ્રાફે અને આપત્તિજનક સામગ્રીને ખતમ કરવાની જરૂર સાથે સહમત છે. તેમ આ કહેવામાં આવ્યુ છે કે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ સલાહના અમલીકરણના ઉદ્દેશ્યથી દરેક એકમે માનક પરિચારલન પ્રક્રિયા (એસઓપી)નો મસૌદા કે પ્રસ્તાવ આપવો પડશે. 
 
ન્યાયમૂર્તિ મદન બી લોકૂર અને યૂ યૂ લલિતની પીઠે કહ્યુ, બધા લોકો સહમત છે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી, બળાત્કાર અને સામૂહિક બળાત્કારના વીડિયોને જડથી હટાવવાની જરૂર છે. જેના આધા ર્પર એસઓપીનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

RRB JE Recruitment 2019: રેલવેમાં નીકળી 14000થી વધુની ભરતી, જાણો બધી જરૂરી વાતો..