રેલવે ભરતી બોર્ડે 14033 પદો પર નિમણૂક માટે અરજી માંગી છે. આ અરજીઓ દેશભરના 21 રેલવે બોર્ડ દ્વારા થશે.
તેમાથી સૌથી વધુ જૂનિયર એંજિનિયરના 13 0 34 પદો પર નિમણૂક થશે. બીજી બાજુ જૂનિયર એંજિનિયર (આઈટી) માટે 49 પદ, ડિપોટ મટેરિયલ સુપરિટેંડેટ માટે 456 પદ અને કેમિકલ આસિસ્ટેંટ માટે 494 પદ માટે અરજી મંગાવી છે. આ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા બે જાન્યુઆરીથી શરૂ થશે.
ઉમેદવાર 31 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે. વય સીમા 18 વર્ષથી 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. સામાન્ય શ્રેણી અને ઓબીસીના વિદ્યાર્થીઓ માટે અરજી ફી 500 રૂપિયા અને એસસી-એસટી માટે 250 રૂપિયા છે.
કેવી રીતે કરશો અરજી
આ પદો માટે અરજી રેલવે રિકૂટમેંટની વેબસાઈટથી કરી શકાશે. આરઆરબીની રીઝનલ રેલવે રિક્રૂટમેંટ બોર્ડની વેબસાઈટ પર પણ ભરતીની લિંક આપવામાં આવશે. ઉમેદવારોની પસંદગી માટે 2 સ્ટેજમાં કમ્યુટર બેસ્ટ પરીક્ષા આયોજીત કરાશે. જ્યારબાદ ડૉક્યૂમેંટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામ થશે.
અરજી ફી આ પદો માટે અરજી ફી 500 રૂપિયા મુકવામાં આવી છે. બીજી બાજુ અનામત વર્ગ માટે ફી 250 રૂપિયા મુકવામાં આવી છે.