જો તમે ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરીની શોધમાં છો તો આ સમાચાર તમારે માટે છે. તાજેતરમાં જ આંધ્રપ્રદેશના પબ્લિક સર્વિસ કમીશને બંપર નોકરી કાઢી છે. આ બધી ભરતી પંચાયત સચિવ (Grade - IV) ના પદ પર થવાની છે. નીચે આપેલ માહિતી ધ્યાનથી વાંચો
પદ - પંચાયત સચિવ (Grade - IV)
પદોની સંખ્યા - 1051
અરજીની તારીખ - અરજી કરનારા ઉમેદવારોને બતાવી દઈએ કે તેઓ 27 ડિસેમ્બરથી અરજી કરી શકે છે.
અરજીની અંતિમ તારીખ - આ પદ પર અરજી માટેની અંતિમ તારીખ આગામી વર્ષની 19 જાન્યુઆરી રાખવામાં આવી છે.
ફી ભરવાની અંતિમ તારીખ - બધા ઉમેદવાર 18 જાન્યુઆરી પહેલા ફી જમા કરી દે.
આયુ સીમા - આ પદ પર અરજી કરવનારા ઉમેદવારોની આયુસીમા 18થી 42 વર્ષની વચ્ચે હોવી જોઈએ
અરજી ફી - અરજી માટે સૌ પહેલા બધા ઉમેદવારોને 250 રૂપિયાની એપ્લિકેશન પ્રોસેસિંગ ફી ભરવી પડશે. આ સાથે જ સામાન્ય અને ઓબીસી વર્ગના ઉમેદવારને વધુ 120 રૂપિયાની એક્ઝામિનેશન ફી ભરવી પડશે.
પસંદગી પ્રક્રિયા - અરજી કરનારા ઉમેદવારોની પસંદગી સ્ક્રીનિંગ ટેસ્ટ અને ઓનલાઈન મેન એક્ઝામ હેઠળ થશે.
પગાર - પસંદગી પામેલા ઉમેદવારોને 16,400 થી 49,870 રૂપિયા સુધીની સેલેરી આપવામાં આવશે
આ રીતે કરો અરજી - આ પદ માટે અરજી કરવા માટે સૌ પહેલા ઈચ્છુક ઉમેદવારને psc.ap.gov.in પર જવુ પડશે. ત્યારબાદ વેબસાઈટના હોમ પેજ પરથી રિક્રૂટમેંટ સેક્શનમાં જાવ. અહીથી Panchayat Secretary ના એપ્લીકેશન લિંક પર ક્લિક કરો. માંગવામાં આવેલ ડિટેલ્સ સબમિટ કરી અરજી પ્રક્રિયા પૂરી કરો. અંતમાં અરજી ફીની ચુકવણી કરો.